– દિલ્હીમાં એવોર્ડ અપાશે
ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં યોગદાન આપવા માટે ‘ઈન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ’એ ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત જાહેર કર્યા છે તેમને આ એવોર્ડ દિલ્હીમાં એનાયત કરાશે ગત સપ્તાહે એક કાર્યક્રમમાં આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી.
- Advertisement -
એનઆઈએસએ યુકે દ્વારા ‘ઈન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ’બ્રિટનનાં ઈન્ટરનેશનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ અને બ્રિટીશ કાઉન્સીલ ઈન ઈન્ડિયાનાં સહયોગથી બ્રિટનની યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરી જીવનમાં ઉપલબ્ધિ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને આ સન્માન આપવામાં આવે છે.
ડો.મનમોહનસિંહે લેખીત સંદેશામાં જણાવ્યું હતું કે હું ઘણો આભારી છું. કેમ કે આ સન્માન યુવાનો દ્વારા અપાયું છે.