આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે અંક્તિ ચાવડા આયોજિત ભવ્ય રાસોત્સવ
ગ્રાઉન્ડમાં શ્રોતાઓએ છત્રી લઇ રાસોત્સવનો માણ્યો આનંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે બ્રિજ રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, શ્રોતા અને અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના છઠ્ઠા દિવસે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર તુષાર ચુડાસમા, મનીષા પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના સૂમધુર સૂરે સૌ ખેલૈયાઓને તાલ પર ગરબા ઘૂમવા મજબૂર કરી દીધા હતા. સાતમા દિવસે રવિવારે સાંજે વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છતા વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ મા આદ્યશક્તિની આરાધના કરવા રેઇનકોટ પહેરી રાસ રમ્યા હતા તેમજ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત શ્રોતાઓ છત્રી લઇ રાસોત્સવનો આનંદ માણ્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસ્યા તો ખેલૈયાઓ પણ વરસાદની પરવા કર્યા વિના ઝુમી ઉઠ્યા હતા. આમ વરસાદ પણ ખેલૈયાઓનો ઉત્સાહ રોકી શક્યો નહતો. પ્રાચીન-અર્વાચીન ગરબા અને ગીતો, ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સાથે સાથે ગાયક કલાકારોના સૂર અને સાજિંદના તાલ સંગ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. અંક્તિભાઇ ચાવડા દ્વારા આયોજિત બ્રિજ રાસોત્સવમાં શહેરના શ્રેષ્ઠી અને મહાનુભાવો હાજર રહી આદ્યશક્તિની આરાધના કરી હતી. તેમજ દરરોજ પ્રિન્સ – પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાસોત્સવમાં ખાસ વેલડ્રેસથી સજજ થઇ આવતા અનેક ખેલૈયાઓએ આકર્ષણ જમાવ્યુ હતુ.