યાજ્ઞિક રોડ પર આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે અંકિત ચાવડા આયોજિત ભવ્ય રાસોત્સવ
પ્રાચીન, અર્વાચીન ગરબા અને ગીત પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ભૂમિ પર એક નવા અંદાજમાં દરેક સુવિધા અને ખેલૈયાઓ જૂમી ઉઠે તેવું જાજરમાન આયોજન પ્રથમવાર બ્રીજ રાસોત્સવ દ્વારા યાજ્ઞિક રોડ પર આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે કરવામાં આવ્યુ છે. રાજકોટમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા બ્રિજ રાસોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અર્જન પાજી, મનીષા પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના સૂમધુર શૂર પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. દરરોજ ત્રણ હજાર ખેલૈયાઓ બ્રીજ રાસોત્સવમાં ગાયક કલાકારોના સૂર અને સાજિંદના તાલ સાથે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી અને અલગ અલગ સ્ટેપ્સ પર રાસ ગરબા રમ્યા હતા. અમિતભાઇ ચાવડા દ્વારા આયોજિત બ્રિજ રાસોત્સવમાં દરરોજ શહેરના શ્રેષ્ઠી અને મહાનુભાવો હાજર રહી મા જગદંબાની આરાધના કરે છે. તેમજ રોજ પ્રિન્સ – પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવે છે.



