ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વિસાવદર પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજીબાપુ, ભારત સાધુ સમાજના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ તેમજ સમાજ સેવાના ભેખધારી તેવા ક્રાંતીકારી સંત દ્વારા તા. 6-6-2025 થી તા. 21-9-2025 સુધી (દિવસ 108) ગુપ્ત પ્રયાગ દેલવાડા ખાતે ભગવતિમાં ગાયત્રી મહા યજ્ઞ અનુષ્ઠાન દિવસ 108નો પ્રારંભ કરી રહેલ હોય તે પુર્વે વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાની આગેવાનીમાં આ બ્રહ્મ ચોર્યાસીનુ આયોજન બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે કરવામાં આવેલ હતું
જેમાં ચાપરડાના પરમ પુજ્ય મુકતાનંદજીબાપુ, પ્રદેશ ભાજપ અગ્રણી ધવલભાઈ દવે, છેલભાઈ જોશી, પ્રફુલભાઈ ત્રિવેદી, પુનિતભાઈ શર્મા, ભરતભાઇ લખલાણી, પ્રભાશંકરબાપા વિકમાં, મુકેશભાઈ મહેતા, કિરણભાઈ પુરોહિત, શૈલેષભાઇ રવૈયા, અશોકભાઈ ચાવ, તથા એડવોકેટ નયનભાઈ જોશી, હિરેનભાઈ જોશી, ઉત્તમભાઈ જોશી, બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ હતા. જેમાં તમામે પ્રસંગોચિત પ્રવચનો આપેલ હતા જ્યારે પૂજ્ય મુકતાનંદજી બાપુએ બ્રાહ્મણોને વ્યસનથી મુક્ત થવા તથા એકબીજા માટે કાયમી પૂરક બની સમાજસેવાના કાર્યો કરવા તથા શિક્ષણ મેળવવા અપીલ કરી હતી.જ્યારે ધવલભાઈ દવેએ તેમના વક્તવ્યમાં બ્રહ્મ પરિવારને જ્યારે પણ કોઈપણ પ્રકારની જરૂર પડે ત્યારે બ્રહ્મ પરિવાર માટે ખડા પગે ઉભા રહેવા ખાત્રી આપેલ હતી વિસાવદર તાલુકા તેમજ બિલખા અને તેમના ગ્રામ્ય વિસ્તારના ભુદેવોનું બ્રહ્માનંદ ધામ ખાતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરેલ હતું તેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહયા હતા અને મુકતાનંદજી બાપુના આર્શીવાદ લીધેલ હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ નિતેસભાઈ દવેએ કરેલ હતું અને આભારવિધિ કૃણાલભાઈ વિકમાએ કરેલ હતી.
ચાપરડાના મહંત મુકતાનંદજીબાપુ દ્વારા બ્રહ્મ ચોર્યાસી: બ્રહ્મ પરિવારો ઉમટ્યા: બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન
