ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.7મેના રોજ યોજાવાની છે.ત્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે એવા સમયે ભાજપ – કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે એવા સમયે ચૂંટણી પ્રચાર બંને ઉમેદવારોએ પુરજોશમાં શરુ કર્યો છે અને મતદારોને રિઝવા પ્રયાસો શરુ કર્યા છે જયારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છેલ્લી બે ટર્મમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કરેલા કામનું સરવૈયું સાથે મતદારો પાસે જય રહ્યા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પેહલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેને કોંગ્રેસ પક્ષના આપેલા વચનો અને જૂનાગઢ લોકસભા સીટમાં ખૂટતા કામોને લઈને મતદારોને રિઝવા ચૂંટણી પ્રવશો શરુ કર્યા છે.
- Advertisement -
જૂનાગઢ લોકસભા બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે ત્યારે બંને જિલ્લાની 7 વિધાનસભા બેઠકો સામેલ ત્યારે જૂનાગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકોનો મહદંઅશે ગ્રામ્ય વિસ્તાર પોરબંદર સીટમાં જાય છે જેમાં માણાવદર અને કેશોદ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ત્યારે કેન્દ્ર લેવલના પ્રશ્ર્નો જૂનાગઢ અને પોરબંદર લોકસભા સાંસદનો સમાવેશ થાય છે આમ જૂનાગઢ જિલ્લામાં ગણાતા બે તાલુકા માણાવદર અને કેશોદના લોકો પોરબંદર બેઠકમાં સમાવેશ થવાના કારણે તેની રજૂઆત પોરબંદર સાંસદને કરવી પડતી હોઈ છે જયારે જૂનાગઢ લોકસભા સાંસદને પણ રજૂઆત કરવી પડતી હોઈ છે.આમ જોઈએ તો જૂનાગઢ જિલ્લાના મતદારો માટે પોરબંદર અને જૂનાગઢના બંને સાંસદ સાથે મળીને કામ કરે તો પ્રશ્ર્નોનું નિરાકરણ આવી શકે તેવું બંને બેઠકનું ગણીત જોવાઈ રહ્યું છે.
જૂનાગઢ લોકસભા બેઠકના સાસંદ રાજેશ ચુડાસમા છેલ્લી બે ટર્મ થી જીત હાંસલ કરીને સત્તા પર છે ત્યારે તેઓ પોતે કરેલા કામો અને કેન્દ્ર સરકાર દ્વારા કરેલા કાર્યો સાથે મતદારો પાસે જઈને રિઝવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ 7 વિધાનસભા બેઠકના મતદારો છેલ્લા 10 વર્ષનું કામનું સરવૈયું માંગી રહ્યા છે.
જૂનાગઢ લોકસભા સીટ પર કોંગ્રેસે જ્ઞાતિ રાજકારણ થી પર ઉઠીને આહીર સમાજ આગેવાન હીરાભાઈ જોટવાને ટીકીટ આપી છે ત્યારે પ્રથમવાર નવો ચેહરો પસંદ કરીને ચૂંટણી મેદાનમાં ઉતારતા હીરાભાઈ જોટવા મતદારો પાસે આગામી દિવસોમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ક્યાં કેટલા કામો બાકી છે અને કેટલા કામો થઇ શકે છે તેની સાથે કોંગ્રેસ ગઠબંધન દ્વારા આપવામાં આવેલ ચૂંટણી મેનોફેસ્ટો સાથે મતદારો પાસે જઈને રિઝવા પ્રયાસ શરુ કર્યા છે આમ બંને પક્ષના ઉમેદવારો જેમ જેમ મતદાન તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચાર સાથે ગ્રામ્ય વિસ્તાર ખૂંદી રહ્યા છે.અને મતદારોને સમજાવવા પ્રયાસ શરુ કર્યા છે ત્યારે મતદારો કોના પર કળશ ઢોળશે તેતો ચૂંટણી પરિણામ આવ્યા બાદજ ખબર પડશે.