હાલમાં કોરોના વાયરસ સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ હોય, જે સંક્રમણ રોકવા સારૂ કેન્દ્ર તથા ગુજરાત રાજ્ય સરકારશ્રી કટીબધ્ધ હોય, જે અન્વયે કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અત્રેના બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સા. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.બી.વ્યાસ સા. નાઓ દ્વારા બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓમાં કોરોના વાયરસ સંક્રમણ ન ફેલાય તેમજ શરીરનો ઈમ્યુનિટી પાવર જળવાય રહે તે સારૂ બોટાદ જિલ્લા પોલીસ વડા નાઓ દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયતની કચેરી, બોટાદ નાઓ સાથે જરૂરી સંકલન કરી, સમગ્ર બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા ૮૦૦ – જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા સારૂ હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમની ગોળીઓ તથા સ્વાસ્થ્યવર્ધક અમૃત પેય આયુર્વેદ ઉકાળો મેળવી જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, બોટાદ ખાતે રી.પો.સ.ઈ.શ્રી એ.જી.મકવાણા સા. નાઓ દ્વારા આજ રોજ તા.૧૩/૧૦/૨૦૨૦ ના રોજ આપવામાં આવેલ છે. જે આયુર્વેદ દવાઓથી પોલીસને કોરોના વાયરસની મહામારીના સંક્રમણથી બચાવી શકાશે, અને ખરા અર્થમાં ગુજરાત સરકારશ્રીનો ઉદ્દેશ સીધ્ધ થશે.