ધોધમાર વરસાદથી આણંદ ભયંકર સ્થિતિમાં, નવસારીનાં 2000 ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યાં
ખાસ-ખબર ન્યૂઝ આણંદ, તા.24
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે મોડીરાત્રે જૂનાગઢ, ભરૂચ, વલસાડ સહિતનાં કેટલાંક શહેરોમાં મધ્યમથી અતિભારે વરસાદ વરસ્યો છે. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 133 તાલુકામાં વરસાદી માહોલ છે.
- Advertisement -
યાત્રાધામ દ્વારકાથી પાંચ કિલોમીટર દુર આવેલા શામબાઈ માતાજીના મંદિરે વરસાદી પાણીમાં સાત લોકો ફસાયા હતા. જેન જાણ દ્વારકા નગરપાલિકાની ફાયર બ્રિગેડને કરાતા તંત્રએ રેસ્ક્યૂ કરી સાત લોકોને જીવ બચાવ્યા હતા. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને હવામાન વિભાગ દ્વારા રેડ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે લોકમાતા નદીઓ પણ ગાંડીતુર બની છે. નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો આ નદી હાલ 22 ફૂટની સપાટીએ વહી રહી છે જેનો આકાશી નજારો જોતા જ નયન રજારો જોવા મળ્યો હતો. આકાશમાંથી નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે, બંને કાંઠે પાણીથી ઘેરાયેલો પુણા નદીનો વિસ્તાર કુદરતી કરામતનો ચિતાર આપે છે. પૂર્ણા નદીની સપાટીને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા સહિત વહીવટી તંત્ર અલગ બન્યું છે, તથા નિચાણવાળા વિસ્તારોને માઇક દ્વારા સૂચના આપી સ્થળાંતર માટે તૈયાર રહેવા સુચના આપી છે.
નવસારી જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. આજરોજ કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બીલીમોરા તાલુકાના દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રેહતા નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ કામગીરીમાં કોઈને જાન હાનિ થયેલ નથી.