ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને દારૂની ગેરકાયદે પ્રવૃતિ કરતા એક ઈસમ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં એ આરોપીની પોરબંદર જિલ્લા પોલીસે અટકાયત કરી વડોદરા જેલ ખાતે ધકેલી દીધો છે.
- Advertisement -
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદે દારૂના જથ્થામાં પકડાયેલ ઈસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો. સ્ટે. માં નોંધાયેલ પ્રોહી ક. 66(1) (બી), 65 ઈ, 116 બી, 81 મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી નિલેષ ઉર્ફે ગોપાલ મશરભાઈ ઓડેદરા (ઉ.વ.30, રહે.બોખીરા ગામની વસમી ધાર સીમ, આર.ટી.ઓ. કચેરી નજીક, પ્રાથમિક શાળા પાસે) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઈસ્યુ કરવામાં આવતા એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ પાસા વોરંટની બજવણી કરી નિલેષ ઉર્ફે ગોપાલ મશરીભાઈ ઓડેદરાને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ રીતે બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે.