યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી: છેલ્લાં 5 વર્ષમાં કોઈ મરામત નહીં
આ રસ્તો માત્ર યુનિવર્સિટી જ નહીં પરંતુ મુંજકા ગામ અને નવા 150 ફૂટ રીંગ રોડને પણ જોડતો હોવાથી વાહનચાલકો ત્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના ખાડાયુક્ત રસ્તાઓને કારણે શહેરના વાહન ચાલકોની માઠી બેઠી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવેશ દ્વારના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે હાડકા ખોખરા કરી નાખતા રસ્તા પર નીકળવું અસહ્ય બન્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે અથવા અન્ય ડોક્યુમેન્ટ બાબતે અન્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે યુનિવર્સિટીમાં પ્રવેશવાનો માર્ગ આ એક જ છે ગાર્ડી ગેટથી આગળ જાવ ત્યારે જ મસમોટો ખાડો સ્વાગત કરે છે અને ત્યારપછી ખાડાની હારમાળા સર્જાતી જાય છે. 2-2 ફૂટના ખાડા પડી ગયા હોવાથી ત્યાંથી નીકળવું પીડાદાયક બન્યું છે હાડકા ખોખરા કરી નાખતા આ રસ્તાને યુનિવર્સિટીના સત્તાધીશો તાત્કાલિક રિપેર કરાવે તેવી માંગ છે.



