અભિનેત્રીએ કહ્યું- નવું જીવન મળ્યું, હૃદયને હંમેશા મજબૂત રાખો
બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને સોશ્યલ મીડિયા પર આજે ખુલાસો કર્યો છે કે તેને તાજેતરમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી એન્જિયોપ્લાસ્ટી કરવી પડી. હવે તેઓ ઠીક છે. સુષ્મિતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘તમારા હૃદયને હંમેશા ખુશ અને મજબૂત રાખો કારણ કે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર પડશે ત્યારે તે તમારી સાથે રહેશે.
- Advertisement -
થોડા દિવસ પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે. સ્ટેન્ટ મુકવામાં આવેલ છે. મારા ડૉક્ટરે કહ્યું છે કે મારું હૃદય ખૂબ જ મજબૂત છે. સમયસર મદદ કરનાર અને જરૂરી પગલાં ભરનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર. આ પોસ્ટ મારા ચાહકો માટે છે. હું તેમને ખુશખબર આપવા માંગુ છું કે હવે હું બિલકુલ સ્વસ્થ છું, ફરીથી નવું જીવન જીવવા માટે તૈયાર છું.
View this post on Instagram- Advertisement -
સુષ્મિતા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંથી એક છે : સુષ્મિતા સેન 47 વર્ષની છે. તે હંમેશા ફિટ રહે છે. તે બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો પણ શેર કરે છે. સુષ્મિતાના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો તેને આશીર્વાદ આપી રહ્યા છે.