બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન દેવભૂમિ કેદારનાથના દર્શન કરવા પહોંચી, તેને પોતાની આ યાત્રાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કેદારનાથના દર્શન માટે સારા ફરી એક વખત પહોંચી હતી. કેદારનાથ મંદિરમાં દર્શન ઉપરાંત ખળ-ખળ વહેતી મંદાકિની નદી અને શિખરોના સાનિધ્યમાં સારાએ ધ્યાન કર્યું હતું. સારાએ સાધુઓ સાથે સત્સંગનો લાભ પણ લીધો હતો. ચહેરો ઢાંકીને સારા કેદારનાથના બજારોમાં પણ ફરી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
કેદારનાથમાં મળેલા આનંદને વ્યક્ત કરતાં સારાએ દરેકને ‘જય કેદારનાથ’ પાઠવ્યા હતા.બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં દેવભૂમિ ઉત્તરાખંડના પ્રવાસે છે. તેણે તાજેતરમાં બાબા કેદારનાથના દર્શન કર્યા અને તેની યાત્રાની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા.
સારાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, જેમાં તે ભક્તિમાં મગ્ન જોવા મળી રહી છે. સારા મંદિર પરિસરમાં માથું નમાવતી અને ભગવાન શિવની પૂજા કરતી જોઈ શકાય છે. સારાએ તેના કપાળ પર ચંદન લગાવ્યું છે અને દુપટ્ટાથી માથું ઢાંક્યું છે. સારાએ કેદારનાથ મંદિર ઉપરાંત ઉત્તરાખંડની સુંદર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. અભિનેત્રી ઘણીવાર તેની ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરે છે અને ઘણીવાર મંદિરોના દર્શને જતી રહે છે.