પોતાની પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે કરી રહ્યો હતો ખીલવાડ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર એસોજીએ છેક કુતિયાણા પહોંચીને તરુણને તેના મકાનમાંથી જ રૂા.21000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો. પોતાની પાસે કોઈ જ જરૂરી મેડિકલ ડીગ્રી નહીં હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરીને મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા તરુણ ચૌહાણ નામના એક શખ્સને પોરબંદર એસ.ઓ.જી એ ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા. 29/7/2024ના કલાક-14/00 વાગ્યે કુતીયાણા થેપડા ઝાપા રાધાકૃષ્ણ બીલ્ડીગમા આરોપીના રહેણાક મકાનમાથી પોલીસે તરૂણસિહ પ્રતાપસિહ ચૌહાણ (ઉ.વ.64 2હે, થેપડા ઝાપા, રાધાકૃષ્ણ બીલ્ડીગ કુતીયાણા)ની ધરપકડ કરી લીધી હતી.
- Advertisement -
આરોપી કોઇપણ જાતના ડોકટની માન્ય યુનિવર્સિટી ની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેકશનો વિગેરે દવાઓ આપી પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેકશનો તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કી.રૂ.19843 તથા રોકડ રૂપિયા 1200/ મળી કુલ કિમત રૂા.21043ના મુદામાલ કબ્જા માં રાખી અનઅધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરી મળી આવ્યો હતો. તેની સામે એસ.ઓ.જી ટીમના હેડ કોન્સ્ટેબલ મોહીત ગોરાણીયા એ સરકાર તરફે કુતિયાણા પોલીસમાં ભાન્યાસ કલમ-125 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 1963 ની કલમ- 30 મુજબ પોલીસ સ્ટેશન ઓફિસર મી2લ રાજશી પાસે ફરિયાદ દાખલ કરાવતાં એસઓજી જમાદાર ગોરાણીયાએ તપાસ હાથ ધરી છે.