ભારતીય અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ સ્ટેશનમાં અટકાવનારું અને અંતરિક્ષમાં ફસાવનારું બોઈંગનું સ્ટારલાઈનર આખરે 3 મહિના બાદ પૃથ્વી પર પરત આવી ગયું છે. જોકે હજુ સુધી સુનિતા કે બુચ ધરતી પર પાછા આવી શક્યા નથી. 7 સપ્ટેમ્બરની સવારે 9:31 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડ્સ હાર્બરમાં તેણે લેન્ડિંગ કર્યું.
કેવી રીતે સ્ટારલાઈનર લેન્ડ થયું?
- Advertisement -
સ્ટારલાઈનરે આશરે 8:58 પર તેનું ડીઓર્બિટ બર્ન પૂરું કર્યું અને ત્યારબાદ લગભગ 44 મિનિટમાં તે જમીન પર લેન્ડ થયું. લેન્ડિંગ સમયે વાયુમંડળમાં તેનું હીટશીલ્ડ એક્ટિવ કરી દેવાયું હતું. આ પ્રક્રિયા બાદ એક પછી એક પેરાશૂટ ઓપન કરાયા. છેલ્લે રોટેશન હેન્ડલ રિલીઝ કરીને સ્પેસક્રાફ્ટને ગોળ-ગોળ ફરતું રોકવાના પ્રયાસ કરાયા હતા.
હવે તેના પર તપાસ કરાશે
સ્ટારલાઈનરના લેન્ડિંગ બાદ નાસા અને બોઈંગની ટીમ તેને ફરી એસેમ્બલ યુનિટમાં લઈ જશે. જ્યાં તેના પર રિસર્ચ અને તપાસ કરાશે. એ જાણવાનો પ્રયાસ કરશે કે છેવટે કયા કારણોસર હિલિયમ લીક થયું. કયા કારણે પ્રોપેલ્શન સિસ્ટમ બગડી? કેમ આ સ્પેસક્રાફ્ટે ડોકિંગમાં સુનિતા અને બુચ માટે તકલીફ ઊભી કરી. આ સ્પેસક્રાફ્ટના કારણે જ નાસાના બંને અંતરિક્ષયાત્રીના જીવ સામે જોખમ ઊભું થયું છે.