ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલ્વે સ્ટેશન ઉપરથી ગત તારીખ 1ના રોજ સવારે અજાણ્યા આશરે 40 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવતા જીઆરપી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ મૃતકની ઓળખ થાય તેવા કોઈ પુરાવા નહિ મળતા પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે મૃતકે સફેદ કલરનો ઝભ્ભો અને ભૂખરા કલરનું પેન્ટ પહેર્યું છે હાથની કલાઈ ઉપર ૐ ત્રોફાવેલું છે ઉપરોક્ત મૃતકને કોઈ ઓળખતું હોય તો રાજકોટ જીઆરપી રેલવે પોલીસનો 63596 27790 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.