જાહેરમાં મૃતદેહ મળી આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં એસટી બસ સ્ટેશન પાસે એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ધટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. જે બાદ મૃતદેહને તપાસ માટે બગસરા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરીવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. અને વધુ તપાસ માટે ભાવનગર ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ પર હાલ કોઈ પણ જાતના ઈજાના નિશાન જોવા મળેલ નથી. અને મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરીયા તરીકે થઈ હોવાનું જાણવા મળેલ છે. જોકે જાહેરમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



