ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષામાં ધો.12ના આંકડાશાસ્ત્ર વિષયના પેપરમાં સિલેબસ બહાના પ્રશ્ર્નો પૂછી નખાતા દેકારો બોલી જવા પામેલ છે.આ પેપરમાં 25 ગુણના 10 પ્રશ્ર્નો કોર્સ બહારના પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતાં.વિદ્યાર્થીઓની સમજમાં આ પ્રશ્ર્નો નહીં આવતા પેપર આપતી વખતે સમયની વેડફાટ થયો હતો. બોર્ડના આછબરડાથી વિદ્યાર્થીઓ ફરી ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે પુરક પરીક્ષા આપવા બેસેલા વિદ્યાર્થીઓ અગાઉ આ પેપરમાં નાપાસ થયા હતાં. જો કે હવે તેમને ફરી નાપાસ થવાના ભય સતાવી રહ્યો છે. કારણ કે 25 માર્કસનું બહારનું પુછાતા તેમની પાસે સવાલોના જવાબ હતા નહી પેપર હાથમાં આવતાની સાથે જ વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતાં.શિક્ષણના તજજ્ઞો 2018માં જે સિલેબસ હતો. તેમાંથી આ 25 માર્કનું પુછવામાં આવ્યું છે તેના કારણે વિદ્યાર્થીઓને ખબર જ ન પડી હતી.