જૂનાગઢ આગામી 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજનાર છે, જેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયી રહ્યા છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રક્તદાન કેમ્પમાં મતદાન જાગૃતિના માટે લોકશાહી આપણાથી વોટ કરો ગર્વથી, આવો મળીને પ્રતિજ્ઞા કરીયે કે આ વખતે તો મતદાન કરવો જ છે. જેવા સૂત્રોના બેનરો લગાવી લોકોને આકર્ષિત કર્યા હતા. તેમજ કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતા મતદાતા બને અને અન્ય લોકો પણ મહત્તમ મતદાન કરે તેવી અપીલ કરી હતી. વધુમાં સ્ટાફ નર્સ ભાઈઓ, બેહનો દ્વારા ઉપસ્થિત લોકોને મતદાનના દિવસે હેલ્થ તકેદારી વિશે પણ અવેર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા શિક્ષણ અધિકારી વિમલભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.