ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે નર્સિંગ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ સ્ટાફ સહિતના લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માંકડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તેમના સગા સબંધીઓ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં સામેલ થઈ મહારક્ત દાન કરવામાં આવ્યું હતું.