કોડિનારના અરવિંદ વાઢેરે સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું; શૈક્ષિક મહાસંઘ મેદાને, રૂ.1 કરોડની સહાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને ઇકઘ (બૂથ લેવલ ઓફિસર) અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40) એ આજે (21 નવેમ્બર) સવારે પોતાના વતન દેવળી ખાતે આત્મહત્યા કરી લીધી છે. તેમણે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના ભારે દબાણના લીધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક શિક્ષકે આત્મહત્યા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે જઈંછ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીના અસહ્ય ભારણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ દુ:ખદ ઘટનાને પગલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. સંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે આ ઘટનાનો સખત વિરોધ કરીને જણાવ્યું હતું કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે તે સુસાઇડ નોટ પરથી સમજી શકાય છે. સંઘે જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવા તેમજ મૃતક શિક્ષકના પરિવારને ₹1 કરોડની સહાય આપવાની માગણી કરી છે. આ ઘટનાના વિરોધમાં રાજ્યના તમામ ઇકઘ કર્મચારીઓ આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
તમામ શિક્ષકો આજે એક દિવસ માટે મોબાઇલ કામગીરીનો બહિષ્કાર કરશે’ : પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ
પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સોમનાથ જિલ્લાના જે શિક્ષકે આત્મહત્યા કરી છે. એ ઘટનાને લઇ અમે સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે. આજે શિક્ષકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે છતાં તેમને ત્રાસ આપવામાં આવે છે. મોડીરાત્રે બહેનોને બોલાવવામાં આવે છે. રાજ્યના 2 લાખ શિક્ષક આ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. તમામ શિક્ષકો આજે એક દિવસ માટે મોબાઇલ કામગીરીનો બહિષ્કાર કરશે. કોઇ શિક્ષકે ડરવાની જરૂર નથી. બે લાખ શિક્ષકો તમારી સાથે છે, માટે મારી વિનંતી છે કે કોઇ આવું પગલું ભરે નહીં. હું તમામ શિક્ષકોને આહવાન કરું છું કે આપણે આજે આ ઓનલાઇન કામગીરીનો એક દિવસ માટે બહિષ્કાર કરીશું.
મૃતકે લખેલી સુસાઇડ નોટ
પ્રિય પત્ની સંગીતા…
મારાથી કોઇપણ કાળે હવે આ BLO કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી.
મારો આ થેલો અહીં પડ્યો છે. એમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, એ સ્કૂલે આપી દેજે.
I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay.
Dt. 21-11-2025
Time-6.35am



