મિલન ખીરા
જ્યારે “પાકિસ્તાની જનરલ ઝીયા ઉલ હકે પૈસા માટે 25000 પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યાં
- Advertisement -
પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે અને બીજા મુસ્લિમ દેશોનું ઉપરાણું લેવા માટે જાણીતો છે. પોતાની જાતને મુસ્લિમોના મસીહા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તનતોડ મહેનત કરે છે. પણ સત્ય હકીકત એ છે કે પાકિસ્તાન સત્તા દેશો ફક્ત અને ફક્ત પૈસા માટે જીવે છે તેને મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા નથી અને તેનો ભક્ષક છે. તો વાત જાણે એવી છે કે 1967 માં સિક્સ ડે વોર ની અંદર ઇઝરાયેલ મોટા ભાગનું પેલેસ્ટાઇન જીતી લીધું હતું. અને પેલેસ્ટાઇનના લોકો ઇજિપ્ત તેમજ જોર્ડન તરફ શરણ લેવા માટે ભાગી છૂટ્યા હતા. બેટલ ઓફ કરામેહ, પછી 20,000 કરતાં વધુ લોકો ફિદાયીન લડાકુ બનવા જોર્ડનમાં ભેગા થયા. તેમને ઈરાક અને સિરિયા એ મિલિટરી ટ્રેનિંગ આપવા માટે અને લેબોનીસ ગવર્મેન્ટએ 5 લાખ ડોલર નું ફંડ ભેગું કરી અને આપ્યું. પણ થયું એવું કે આ લડાકુ લોકો જોર્ડન ની અંદર જ ગેરકાયદે વસૂલી અને ગોરખધંધા કરવાનું ચાલુ કરી દીધું. ધીમે ધીમે જોર્ડન ઉપર પણ કબજો કરવાનું અને સરકાર ઉથલાવા માટેની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હતું જેનાથી જોર્ડનની સરકાર ખૂબ નારાજ થઈ હતી. અને તેના લીધે ફિદાયીન લડાકુ (અક ગઅજછ) અને જોર્ડન પોલીસ વચ્ચે લડાઈ થવાની ચાલુ થઈ ગઈ હતી. તેના લીધે આખા જોર્ડનમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. નવેમ્બર 1968 માં અક ગઅજછ તેમજ જોર્ડન વચ્ચે 7 સમજૂતીઓ થઈ હતી પણ ફેબ્રુઆરી 1969 સુધીમાં આ તમામ સમજૂતીઓ ને અલ નાસર ઘોળીને પી ગયું હતું. સાથોસાથ અલ નાસર જૂથની સત્તા યાસર અરાફાતના હાથમાં આવી હતી. ઙકઘ ના લડાકુ ઓએ જોર્ડન ની અંદર સામાન્ય લોકોની હત્યા, અપહરણ અને લૂંટફાટ કરવા લાગ્યા હતા. એક બનાવ એવો બન્યો પીએલઓના લડાકુઓએ જોર્ડન સૈન્યના એક સૈનિકનું સરેઆમ જાહેરમાં માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. આના હિસાબે જોર્ડન ના રાજા ને ડર લાગ્યો કે જો ઙકઘ ફીદાયીનનું સમર્થન ચાલુ રાખશે તો જોર્ડન નું સૈન્ય સત્તા પલટો પણ કરી શકે છે. જ્યારે અક ગઅજછ અને ઙકઘ ના લડાકુઓ જોર્ડનની અંદર તબાહી મચાવી રહ્યા હતા ત્યારે કોઇપણ આરબ દેશ કે મુસ્લિમ દેશ જોર્ડનની તરફેણમાં આવ્યો ન હતો.
ફક્ત આ ખાનાખરાબીથી ઇઝરાયેલ અને યુએસએ જોર્ડનના સમર્થનમાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ એવી હતી જોર્ડન સરકાર જો પગલા ન લે તો ફક્ત સરકાર જ ન પડી જાત પણ જોર્ડન દેશ પણ ખતમ થઈ જાય. આ ફીદાયીન લોકોની હિંમત એટલી બધી વધી ગઈ કે જોર્ડનના રાજા કિંગ હુસેન ઉપર 9 જુન 1970 માં જાનલેવા હુમલો કર્યો હતો જેમાં તેનો એક અંગરક્ષક માર્યો ગયો હતો. કિંગ હુસેન ઉપર બીજો હુમલો ત્રણ મહિના પછી 1 સપ્ટેમ્બર 1970 માં કર્યો હતો. તેના લીધે ફિદાયીન લોકો અને જોર્ડન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આવા સમયે અરબ દેશો જોર્ડન ઉપર દબાણ કરવા લાગ્યા કે સિઝ ફાયર કરી લ્યો. 18 સપ્ટેમ્બર 1970માં સીરીયન આર્મી ફિલીસ્તીન લિબરેશન આર્મી (PLO)ની સાથે મળી જોર્ડન પર હુમલો કરી દીધો હતો. સીરીયન આર્મી 300 ટેંક અને 17,000 સૈનિકો સાથે જોર્ડન માં ઘૂસી ગયું હતું. આ સમયે પાકિસ્તાની જનરલ જીયા ઉલ હક જોર્ડન સૈનિકોને ત્રણ વર્ષથી તાલીમ આપી રહ્યા હતા. આવા સમયે જોર્ડન ના કિંગ હુસેને જનરલ જીયા ઉલ હક પાસે મદદ માંગી હતી. જનરલ જીયા ઉલ હકે તાત્કાલિક પરિસ્થિતિનો દોર પોતાના હાથમાં લઈ અને મોટા પાયે કત્લેઆમ મચાવી હતી. એક રિપોર્ટ મુજબ અંદાજિત 25,000થી વધુ પલેસ્તીન ના લોકોનું મોત થયું હતું. જેમાં ના મોટા ભાગના લોકો સિવિલિયન હતા. જીયા ઉલ હકે એક રિપોર્ટમાં કહ્યું હતું કે જોર્ડન ધારત તો પોતે પરિસ્થિતિ સંભાળી શકે જ્યારે તેણે મારી મદદ માંગી હતી અને મેં કરી હતી અને આ તમામ કત્લેઆમની સંપૂર્ણ રીતના જવાબદારી પણ પોતાની ઉપર લીધી હતી. 22 સપ્ટેમ્બર 1970 આ યુદ્ધ પૂરું થયું હતું, અને ઇરાકી સૈનિકો અને સિરિયન સૈનિકો પાછા વળી ગયા હતા. આ રીતના જોર્ડનનો વિજય થયો હતો પણ તમામ કત્લેઆમની જવાબદારી જનરલ જીયા ઉલ હક ઉપર આવી હતી કારણ કે તે ફક્ત ને ફક્ત પાકિસ્તાની સૈનિકો અને જનરલ જીયા ઉલ હકના નેતૃત્વ નીચે લડાયું હતું જ્યારે જોર્ડનનું સૈન્ય આ કાર્યવાહીથી અળગું રહ્યું હતું. ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રયાસોથી જોર્ડન અને યાસર આરાફાત (PLO) વચ્ચે 26 સપ્ટેમ્બર 1970 ના સમાધાનની સંધિ થઈ હતી. 25,000 પેલેસ્ટાઇન ના નાગરિકો, 3400 ફિદાયીન(PLO) લોકો, 24 સિરિયન ટેન્ક અને 600 સીરીયન સૈનિકોની હાની થઈ હતી સામા પક્ષે જોર્ડન ના 537 સૈનિકોનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધ માટે જોર્ડનને અમેરિકાએ 10 લાખ ડોલર આપ્યા હતા. જોર્ડનને જનરલ જીયા હકને તેનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ અલ હુસેન બિન અલી આપ્યો હતો આ યુદ્ધની યાદ રાખવા, PLO એ બ્લેક સપ્ટેમ્બર નામનું આતકવાદી જૂથ રચ્યું હતું અને વિવિધ દેશો ની અંદર આતંકવાદી હુમલાઓ કર્યા હતા. મ્યુનિક ઓલમ્પિકની અંદર ઇઝરાયેલના ખેલાડીઓને મારી નાખતો હુમલો મુખ્ય છે.