– સળગતા કોલસા પર 10 મીટર ચાલ્યા
ટેલિવિઝન પરદા પરની ચર્ચા કે પત્રકાર પરિષદ વિપક્ષના છોતરા કાઢી નાખવા માટે જાણીતા રાષ્ટ્રીય પ્રવકતા સંબીત પાત્રા તેમના વતન ઓડિસાના પુરી જીલ્લાના સમંગ પંચાયતના રેબની રમણ ગામમાં પરંપરાગત ‘ઝામૂ-યાત્રા’માં સામેલ થયા જે અહીની એક દૈવી પરંપરા છે.
- Advertisement -
અહી દંડ તથા ‘ઝામૂ-યાત્રા’ યોજાય છે, જેમાં ઝામૂ-યાત્રામાં સળગતા કોલસા પર ચાલવાનું હોય છે. અહી દેવી પૂજા-અર્ચનાનો તે એક ભાગ છે અને સંબીત પાત્રા ઉઘાડા પગે 10 મીટર સુધી સળગતા કોલસાના માર્ગ પર ચાલ્યા હતા.
પાત્રાએ ટવીટ કરીને તેમનો આ વિડીયો શેર કર્યો છે. જેમાં તેમાં ગ્રામીણ લોકો પણ સામેલ થયા હતા. અહી પરંપરા મુજબ સળગતા કોલસા પર ચાલ્યા બાદ જે તે વ્યક્તિ નખ પણ પ્રતિકાત્મક રીતે વિંધાવે છે. પાત્રાએ ટવીટ કર્યુ કે માં દેવીના આશિર્વાદ લીધા છે. લોકોના કલ્યાણની કામના કરી છે.