લોકસભા ચૂંટણી 2024 માટે વિવિધ સર્વે સંસ્થાઓએ તેમના ઓપિનિયન જાહેર કર્યા
કૉંગ્રેસની હાલત ખરાબ ઓપિનિયન પોલમાં ગત ચૂંટણી કરતાં પણ ઓછી બેઠકોની આગાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણીઓ થવાની શક્યતાઓ છે. સામાન્ય ચૂંટણીઓ પહેલ જ કોંગ્રેસ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. એક ઓપીણીયાં પોલ મુજબ, જો દેશમાં હાલની તારીખમાં ચૂંટણીઓ યોજાય છે તો કોંગ્રેસને માત્ર 37 બેઠકો જ મળી શકે છે. એટલે કે કોંગ્રેસ 2019ના આંકડા પણ પ્રાપ્ત નહીં કરી શકે. તો NDAઅને આ સર્વેમાં પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. ઓપિનિયન પોલ મુજબ જો હાલ ચૂંટણી કરાવવામાં આવે તો ગઉઅ ગઠબંધન 543માંથી 378 બેઠકો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનાINDI ગઠબંધન (TMCને બાદ કરતાં) 98 સુધી મર્યાદિત જણાય છે. આ ઉપરાંત ટીએમસી, ટીડીપી, YRS કોંગ્રેસ, BJP અને અપક્ષો સહિત અન્યને 67 બેઠકો મળવાની ધારણા છે. આ સર્વે 543 લોકસભા બેઠકો પર 5 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન કરાવવામાં આવ્યો હતો. સર્વેમાં 1,62,900 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. સર્વે મુજબ, BJPને 335 બેઠકો મળવાનું અનુમાન છે. જોકે, આ અનુમાન ભાજપના 370 વાળા લક્ષ્યાંકથી ઘણું ઓછું છે. તો, ગઉઅને 378 બેઠકો મળવાનું અનુમાન છે. ભાજપે ગઉઅ માટે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે.
કોંગ્રેસ પાર્ટી માટે 2019નો આંકડો સ્પર્શ કરવો અઘરો
કોંગ્રેસને માત્ર 37 બેઠક મળશે !
- Advertisement -
એક ઓપનિયન પોલ મુજબ, જો દેશમાં હાલની તારીખમાં ચૂંટણીઓ યોજાય છે તો કોંગ્રેસને માત્ર 37 બેઠકો જ મળી શકે છે. એટલે કે કોંગ્રેસ 2019ના આંકડા પણ પ્રાપ્ત નહીં કરી શકે. સર્વે અનુસાર, ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો, મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો, રાજસ્થાનની તમામ 25 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, દિલ્હીની તમામ 7 બેઠકો, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો અને હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠકો પર ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપ 74 સીટો જીતતી જોવા મળી રહી છે. જ્યારે ગઉઅના સાથી પક્ષોને 4 બેઠકો મળતી જણાય છે. આ સર્વેમાં સમાજવાદી પાર્ટીને 2 સીટો મળવાનું અનુમાન છે. આ ઉપરાંત ભાજપને બિહારમાં 40માંથી 17, ઝારખંડમાં 14માંથી 12, કર્ણાટકમાં 28માંથી 22, મહારાષ્ટ્રમાં 48માંથી 25, ઓડિશામાં 21માંથી 10, આસામમાં 14માંથી 10, પશ્ચિમ બંગાળ 42માંથી 20 બેઠકો મળવાનું અનુમાન છે.