ભાજપ તરફથી 113 ઉમેદવારો મેદાનમાં ઉતરવા તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાની ઉના, તાલાલા, કોડીનાર અને સોમનાથ સહિત 4 વિધાનસભા બેઠકને લઇને ભાજપ દ્વારા 2 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રથમ દિવસે તાલાલા અને ઉનાના, જ્યારે બીજા દિવસે સોમનાથ અને કોડીનારના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે દાવા રજૂ કરવા પહોંચ્યા હતા. આમ, ઊના બેઠક માટે 12 ,તાલાલા માટે 35, કોડીનાર માટે 32 અને સોમનાથ બેઠક માટે 34 થઈ કુલ 113 ઉમેદવારોએ ટિકિટ માગી હતી.હાલ ચારેય બેઠક કોંગ્રેસના પંજામાં છે.
- Advertisement -
જ્યારે બીજી તરફ આપ પણ પોતાનું જોર પકડી રહ્યું છે ત્યારે ભાજપ ચારેય બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાડી રહી છે.