ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાં ફરી એકવાર અઢી વર્ષના શાસન માટે ભાજપ સતાસ્થાને આવતા પ્રમુખ તથા ઉપપ્રમુખ ભાજપ પક્ષમાંથી ચૂંટાય આવ્યા હતા.
વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય હતી જેમાં ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા તેમજ ઉપપ્રમુખ પદ માટે દેવુબેન હનુભાઈ વીંઝવાડીયાએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે સામે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા અને ઉપપ્રમુખ માટે રહીમ જલાલ ખોરજીયાએ ઉમેદવારી નોંધાવી હતી જેની ચૂંટણી થતા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ પદના ઉમેદવારોને 13 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને 8 મત મળતા ભાજપની બહુમતી થતા ભાજપનો વિજય થયો હતો. ભાજપમાં જૂથવાદ હોવાના કારણે લાભ થવાની લાલચમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ કારણવશ કોંગ્રેસ પોતાના જ બે ઉમેદવારોને હાજર ન રાખી શકતા વાંકાનેર તાલુકા પંચાયતમાં ખેંચતાણ વચ્ચે ફરી ભાજપને પોતાના કબ્જામાં સતા મેળવવામાં સફળતા મળી હતી.