સોમનાથ, સુરતની ચોર્યાસી બેઠક અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર જે.પી. નડ્ડા ચૂંટણી સભા સંબોધશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સતત સાતમી વખત કમળ ખિલવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોશ શોરથી ચુંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. આગામી 19 અને ર0મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસમાં અલગ અલગ આઠ સ્થળોએ પીએમ જંગી ચુંટણી સભા સંબોવશે. દરમિયાન આગામી શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રયાસે આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક ચુંટણી સભા સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા 18મી નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમનાથ વિધાનસભા, સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી ચુંટણી સભાઓ સંબોધશે.
- Advertisement -
આ ઉપરાંત 19 અને ર0મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બે દિવસમાં અલગ અલગ આઠ ચુંટણી સભાઓ ગજવશે 18મી નવેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા જસદણ – વિંછીયા વિધાનસભા બેઠક પર ચુંટણી સભા સંબોધશે. જયારે પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા જેતપુર અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચુંટણી સભા યોજાશે જયારે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ 18મીએ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં ચુંટણી સભા ગજવશે.