‘ખાસ-ખબર’ ઓપિનિયન પોલમાં 1000થી વધુ લોકોની કોમેન્ટ્સ, મેસેજ, ફોનમાં પ્રતિક્રિયા
સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા : હાર્દિક પટેલને ભાજપમાં ન જ લેવાય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાર્દિક પટેલ આવતીકાલે ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલના આ નિર્ણયની સતત સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ખાસ ખબરના ઓપિનિયન પોલમાં 100% લોકોનું માનવું છે કે, હાર્દિક પટેલને જો ભાજપ પક્ષમાં લેશે તો તે તેની સૌથી મોટી ભૂલ ગણાશે. ‘ખાસ-ખબર’નાં ફેસબૂક પેજ પર અસંખ્ય લોકોએ કોમેન્ટસ કરી, મેસેજ કરી અને ફોન કરીને જણાવ્યું કે, ભાજપે આવા તકવાદીને પોતાના પક્ષમાં લેવા ન જોઈએ. હાર્દિક ખૂબ જ મહત્વકાંક્ષી છે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્ર કે પ્રજાનું ખરાબ કરી શકે છે. જ્યારે એક યુઝર્સે તો એવી કોમેન્ટ્સ કરી છે કે, હાર્દિકને પોતાનો સમાજ સ્વીકારતો નથી તેથી તે ભાજપ માટે નુકસાનકારક છે. ભાજપ શા માટે તેને સ્વીકારે છે?
ભાજપ સમર્થકો પક્ષના અગ્રણીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. શું હાર્દિક એટલો મોટો નેતા બની ગયો છે કે તેના વગર ભાજપ ચૂંટણી ન જીતી શકે, ભાજપના નેતાઓને આપેલી ગાળો કેમ ભૂલાઈ જાય છે? હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થશે ત્યારે આંતરિક ધમાસાણ શરૂ થશે તે નક્કી છે. આમ, હાર્દિક પટેલને પક્ષમાં સામેલ કરી ભાજપ મોટી ભૂલ કરી રહ્યું છે તેવું ‘ખાસ-ખબર’ના ઓપિનિયન પોલ સહિત બધા જ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -