રાજકોટ મહાનગરપાલિકા માટે ભાજપ્નો ભાવ 51/53 પૈસા: રાજ્યની 6 મહાનગરપાલિકા માટે ભાજપનો 4.25 પૈસા ભાવ
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર આ 6 નગરપાલિકાની ચૂંટણી માટે બુકીબજારે ભાવ ખોલ્યા છે અને આ તમામ મહાનગરપાલિકામાં ભાજપ હોય ફેવરિટ છે. રાજકોટ સહિત છએ મહાનગરપાલિકામાં ભાજપ જીતે તે માટે 4.25 પૈસા ભાવ ખૂલ્યા છે. જ્યારે રાજકોટ માટે 51/53 પૈસા ભાવ ખૂલ્યો છે.
રાજ્યની રાજકોટ સહિતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાનાર હોય અને મંગળવારે 23મી ફેબ્રુઆરીએ મત ગણતરી થનાર છે ત્યારે ટોચના બુકીઓએ ભાવ આજે ખોલ્યા છે. તમામ 6 કોર્પોરેશનમાં ભાજપ, કોંગ્રેસ અને આપ્ના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે અને તે માટે બુકીઓએ સટ્ટાબજારના ભાવ આજે ખોલ્યા છે જેમાં ભાજપ્નો ઘોડો આગળ છે અને રાજ્યની 6એ નગરપાલિકામાં ભાજપ્નો ભગવો લહેરાશે તેવું બુકીબજાર માની રહી છે. બુકીબજારના મતે રાજકોટની વાત કરીએ તો વધુ એક વખત બુકીબજારમાં રાજકોટ મહાનગરપાલિકા ઉપર ભાજપ્નો ભગવો લહેરાશે. રાજકોટ મહાનગરપાલિકાની 72 સીટ માટે 51/53 પૈસાનો ભાવ જ્યારે કોંગ્રેસ માટે 1.60 પૈસાથી લઈ 1.70 પૈસા ભાવ બોલાઈ રહ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપ્નો 42/44 પૈસા, ભાવનગર મહાનગરપાલિકામાં 35/37 પૈસા, જ્યારે સુરતમાં 86/89 પૈસા, વડોદરામાં 60/62 પૈસા અને અમદાવાદમાં 1.53 પૈસાથી લઈ 1.56 પૈસાનો ભાવ ખૂલ્યો છે. કુલ રાજ્યની 6 મહાનગરપાલિકાની 576 સીટ માટે 4.25 પૈસાથી લઈ 4.35 પૈસાના ભાવ બુકીબજારમાં બોલાઈ રહ્યા છે.
- Advertisement -
અમદાવાદ મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ માટે થોડા કપરાં સંજોગો દેખાઈ રહ્યા છે કારણ કે, અમદાવાદ મહાનગરપાલિકાનો ભાવ 1.53 પૈસાથી લઈ 1.56 પૈસાનો ભાવ બોલાઈ રહ્યો છે.


