પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતા ‘આપણી વિદેશનીતિ અને તેની ઉપલબ્ધીઓ’ વિશે વકતવ્ય આપ્યુ.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિ થકી આપણા પરંપરાગત મૂલ્યોનું જતન – રાષ્ટ્ર હિતોનું રક્ષણ થયુ છે: પંકજભાઈ મહેતા
ભારતીય જનતા પાર્ટી એ એક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે વણાયેલી પાર્ટી છે ત્યારે જનસંઘથી લઈ વર્તમાન ભારતીય જનતા પાર્ટી સુધી અનેક પાર્ટીના ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ અનેક આંદોલન અને અવિરત સંઘર્ષ કરી પોતાની જાતને ગુજરાત અને દેશ માટે સમર્પિત કરી છે ત્યારે અટલબીહારી બાજપાઈજી જેવા અનેક મહાનુભાવો ઘ્વારા અગીયાર સભ્યોથી સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી. નડ઼ાજીના નેતૃત્વમાં ૧૭ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાનો ઈ–ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ જેમાં શહેર ભાજપ અને જીલ્લા ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ અભ્યાસ વર્ગનું સંચાલાન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ હતું અને પ્રદેશ ઘ્વારા સાંધિક ગીત કરાવવામાં આવેલ હતું. આ પાસ વર્ગમાં આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં રાજકોટ મહાનગર માં થી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા, સહીતના વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ ઈ-ચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતાએ વર્ચ્યુઅલ માધ્યમ ઘ્વારા ઉપસ્થિત રહી “આપણી વિદેશ નીતિઓ અને ઉપલબ્ધીઓ’ વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિ થકી આપણા પરંપરાગત મૂલ્યોનું જતન – રાષ્ટ્ર હિતોનું રક્ષન્ન થયુ છે.ત્યારે છેલ્લા સાત વર્ષ દરમ્યાન અન્ય ક્ષેત્રોમાં મળેલ સિધ્ધિઓ અને વિદેશ નીતિની સિધ્ધિઓ વર્ણવતા જણાવેલ કે ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાને કેવી રીતે સમજાવી શકાય એ દિશામાં કાર્ય થયેલ છે. આમ વિશ્વસ્તરે ભારત વિશેની સોચ બદલવા માટે નકકર પગલા લેવાયા છે. જેમ કે નવી ભાગીદારી સ્થાપિત કરવી, વૈશ્વિક કાર્યસૂચિ-ગ્લોબલ એજન્ડા કેવી રીતે નકકી થાય, વિદેશ નીતિ ધ્વારા દેશની પ્રગતિ કેવી રીતે થાય?, લોક કેન્દ્રીત વિદેશ નીતિ કેવી રીતે બને ? આજે સમગ્ર વિશ્વ એક બજાર – એક કાર્ય સ્થળ – વર્ક પેલેસ બની ગયુ છે ત્યારે આ પરિસ્થિતિનો મહતમ લાભ લેવા સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આપણ વિદેશ નીતિ ઘડવી. ત્યારે દુનિયાભરમાં ભારતીય મુળના ૩.૫ કરોડ લોકો વિવિધ દેશોમાં વસે છે. તે લોકો સેતુ બનીને કેવી રીતે મદદરૂપ બની શકે અને તેમના માધ્યમથી દુનિયાને કેવી રીત સમજી શકાય તે દિશામાં કાર્યો થયા છે. તેમજ આપણી વિરાસત અને પરંપરાગત વિચારો ના આધારે આપણી નીતિ બનાવવી. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને વિચારો દુનિયાએ જોયા અને અનુભવ્યા, જેને કારણે ભારત પ્રત્યે લોકોના વિચારો બદલાયા. મોદીજીએ કોઈપણ આરામ કર્યા વગર પોતાની જાત પ્રત્યે કડક બની વિવિધ દેશોમાં પ્રવાસ કર્યા, બેઠકો કરી અને આપણી વાત સમજાવવામાં સફળ રહયા. અને સપ્ટેમ્બર ૨૦૧૪માં તત્કાલીન અમેરીકન પ્રેસીડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત, મેડીસન સ્કવેર ગાર્ડનની મુલાકાત અને ૨૦ હજાર લોકોને વિદેશની ભુમિ પર સંબોધન એ ઐતિહાસિક ઘટના બની ગઈ. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને રાજનૈતિક અને કુટનિતીક બંને ક્ષેત્રે સફળતા મળી છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ થકી મોદીજીએ સમગ્ર વિશ્વને ‘યોગ’ નું મહત્વ સમજાવ્યુ છે. અને યોગ સાથે ભારતનું નામ ગૌરવથી લેવાય છે. વિશ્વના લોકો ભારતીય સંસ્કૃતી સાથે જોડાયા છે. વિકાસ શીલ અને વિકસીત દેશો વચ્ચે સેતુ બનવાનું કામ મોદીજીએ કર્યુ છે.
- Advertisement -
સુર્યશક્તિને પ્રાથમિકતા આપતા ‘આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ’ ની ઘોષણા નરેન્દ્રભાઈ મોદીજી એ કરી. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના ૮૫ દેશો જોડાયા છે. તેમજ જી-૨૦ અને જી-૭ દેશોના સમુહ ની કોન્ફરન્સમાં મોદીજીએ વ્યક્તિગત પ્રયાસો થકી સૌને આતંકવાદ વિશે વિચારતા કર્યા છે અને આતંકવાદી સંગઠનો ‘લશ્કરે તૌયબા’ અને જૈશે મોહંમદ’ ના નેતાઓ ને યુનો ધ્વારા પ્રતિબંધીત યાદીમાં મુકાવવામાં આપણે સફળ રહયા છીએ. આતંકવાદની ગંભીરતા આપણે પુરી દુનિયાને દૃઢતાથી સમજાવી શક્યા છીએ કે ‘ આતંકવાદ ભારતની જ નહીં, પણ પુરા વિશ્વ માટે ચિંતાનો વિષય છે.’ ત્યારે આજે ભારતના અમેરીકા, જાપાન અને ઓસ્ટ્રેલીયા સાથે સફળ સંબંધો રહયા છે તો બીજી તરફ રશિયા અને મધ્ય એશીયાના દેશો સાથે પણ સફળ રહયા છે જે નરેન્દ્રભાઈ મોદીની કુશળ રણનીતિને કારણે શકય બન્યુ છે. કોરોના મહામારી દરમ્યાન મોદીએ દેશવાસીઓ ની સાથોસાથ અન્ય દેશોની ચિંતા કરી શરૂઆતના સમયમાં હાઈડ્રોકસી, ક્લોરોકવીન અને પેરાસીટોમોલ દવાઓની માંગ હતી ત્યારે ભારતે દુનિયાભરમાં મોકલી હતી. આપણે પડોશમાં પ્રોજેકટો કર્યા જેમાં બાંગ્લાદેશ અને નેપાળમાં સાથે રેલ્વે પ્રોજેકટસ, નેપાળમાં પેટ્રોલ-ડીઝલ ની પાઈપ લાઈન, જાફનામાં એરપોર્ટનું કામ સહીતના પ્રોજેકટો કર્યા છે. આમ દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણી વિદેશ નીતિમાં અનેકવિધ મોરચે ઘણી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થઈ છે અને આપણી સંપૂર્ણ પરીવર્તનની નેમ, કામ કરવાની વિશેષ પધ્ધતી અને લોકો સાથે સંપર્ક બનાવવાની કુનેહને કારણે આ શક્ય બન્યું છે એમ અંતમાં પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું.
આ ઈ-ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા ,સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.