ગુજરાતમાં બંને પક્ષોએ વોર રૂમ બનાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સોશ્યલ મીડીયા પર બંને મુખ્ય પક્ષોનું યુધ્ધ અને પ્રચાર ગુજરાતમાં શરૂ થઇ ગયું છે. બંને પક્ષોના વોર રૂમો શરૂ થઇ ગયા છે. ગુજરાતભરમાં રાજકીય સ્થિતી પર ચાંપતી નજર રખાઇ રહી છે, સમાચારની ચેનલો પર સમાચારો પર સતત નજર રાખવામાં આવે છે અને તેમાં કોઇ કંઇ બોલ્યું હોય તો તરત તેનો જવાબ આપવામાં આવે છે. બંને પક્ષોના વોર રૂમો ચુંટણીના આ સમયમાં ફુલ સ્પીડે કામ કરી રહ્યા છે.
- Advertisement -
ભાજપાનો વોર રૂમ કમલમ ખાતે છે જયારે કોંગ્રેસે પોતાના વોર રૂમનું સ્થળ ગુપ્ત રાખ્યુ છે. ભાજપા સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ મનન દાણીએ કહ્યું, ‘ભાજપા ચુંટણી ટાણે જ સોશ્યલ મીડીયા પર પ્રચાર નથી કરતી. અમારૂ મીડીયાનું કામ મીડીયાની જેમ જ 365 દિવસ ચાલુ રહે છે. મહત્વની વાત એ છે કે અમે આના માટે કોઇ એજન્સી ભાડે નથી રાખતા, અમે અમારૂ સોશ્યલ મીડીયા કેમ્પેન અમારા કાર્યકરોની તાકાતથી ચલાવીએ છીએ.’