પાલિકાના 7 વોર્ડની ટિકીટને લઇ 150 ભાજપના દાવેદારોઓ દાવેદારી નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ નગરપાલિકાઓમા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા રાજુલા, જાફરાબાદ અને ચલાલા ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. ત્યારે રાજુલા ખાતે સંસ્કૃતિ વિદ્યાલયના પટાંગણમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. રાજુલા શહેરમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે. અહીં સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ટિકીટ માટે દાવેદારોની લાઇનો લાગી હતી.
- Advertisement -
રાજુલામાં ગત પાંચ વર્ષની પાલીકાની ટર્મમા શહેરીજનોને ધક્કો ખાઇની થાકી ચુક્યા છે. અને શહેરમાં કોઇપણ જાતનો વિકાસ થયો નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કયા પક્ષના સભ્યો ચુંટાયને કેવો વિકાસ કરશે તે આવનારો સમય બતાવશે. આજરોજ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપ નિરિક્ષક તરીકે પૂર્વ જીલ્લા પ્રમુખ જવેરભાઇ ઠકરાર, કરછ જિલ્લા પ્રભારી કશ્યપભાઇ શુકલ અને દર્શનાબેન પુજારા, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ, શહેર પ્રમુખ વનરાજભાઇ વરૂ, વીરભદ્રભાઇ ડાભીયા સહિત નેતાઓ દાવેદારોની સંભાળી રહ્યા છે. અને ભાજપની સેન્સ પ્રક્રિયામાં નગરપાલિકાના સાત વોર્ડમાં 150 લોકોએ દાવેદારો નોંધાવી હતી. અને સેન્સ પ્રક્રિયામા નગરપાલિકાની ટિકિટ માટે દાવેદારો રાફડો ફાટયો હતો. રાજુલામાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.



