દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થવાના અવસરે ભાજપ ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની યાદગાર ઉજવણી કરવામાં આવેલ હતી, ત્યારે આ સેવાકાર્યો અંતગર્ત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઘ્વારા કાલાવડ રોડ સ્થિત મંદબુધ્ધિ બાળકોના ગૃહ ખાતે ભીક્ષુકોને ભોજન કરાવેલ હતું.આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, કોર્પોરેટર નિલેશ જલુ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારી તેમજ રાજેનભાઈ સિંધવ, ખેતશીભાઈ માળી, મોહીત પરમાર, ભરત કુબાવત, ધર્મેન્દ્ર ભગત, દીનેશભાઈ ગ઼જારીયા, સહીતના ઉપસ્થિત રહયા હતી.


