સંપત્તિના સર્જકોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કાર્યકારી ડિરેકટર અનંત અંબાણી ટોપ પર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ભારતમાં અબજોપતિઓમાં વધારો થયો છે. 2013 જેટલા ભારતીય વેલ્થ ક્રિએટર્સ (સંપત્તિ સર્જકો) પાસે કુલ મળીને 100 ટ્રિલિયન એટલે કે 100 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તેમાંથી રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના કાર્યકારી ડિરેકટર અનંત અંબાણી દરેકની 3.59 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે 360 વન વેલ્થ ક્રિએટર્સ લિસ્ટમાં સૌથી અમીર ભારતીય બનીને ઉભર્યા છે.વેલ્થ ક્રિએટર્સનું આ લિસ્ટ 360 વન વેલ્થ દ્વારા ક્રિસીલની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ 2013 વેલ્થ ક્રિએટર્સ ભારતની જીડીપીના લગભગ એક તૃતિયાંશનું પ્રતિનિધિત્વ કરે છે 2013 વેલ્થ ક્રિએટર્સમાં તેઓ સામેલ છે, જેમની ન્યુનતમ નેટવર્થ 500 કરોડ રૂપિયા છે.રિપોર્ટ મુજબ ભારતના ટોપ 50 વ્યાવસાયિક ઘરાનાના એકલા રિપોર્ટમાં નોંધાયેલ કુલ સંપત્તિમાં 59 ટકા યોગદાન છે. 161 વ્યકિતઓની 10,000 કરોડ રૂપિયાથી વધુ છે, જયારે 169 વ્યકિતઓની સંપત્તિ 5000 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયાની વચ્ચે છે.
- Advertisement -
ટાટા ગ્રુપ રિલાયન્સ ઈન્ડ. અને અદાણી જૂથ સાથે સંકળાયેલ પરિવારના સભ્યો અને પ્રમોટરોની સંપત્તિની લગભગ 24 ટકા છે, જે અનુમાનિત 36 લાખ કરોડ રૂપિયા છે. લિસ્ટમાં કુલ સંપત્તિનો 40 ટકા ભાગ મુંબઈમાં 577 વેલ્થ ક્રિએટર્સ પાસે છે. નવી દિલ્હી અને બેંગ્લુરૂ ક્રમશ: 17 ટકા અને 8 ટકા સાથે બીજા સ્થાને છે.
મહિલાઓમાં ઈશા અંબાણી સૌથી અમીર
મહિલાઓમાં ઈશા અંબાણી સૌથી અમીર વ્યવસાયી મહિલા છે, જે રેંકીંગમાં સામેલ 540 મહિલાઓની લિસ્ટમાં ટોચ પર છે. ભારતની કુલ સંપતિઓમાં મહિલાઓની ભાગીદારી 24 ટકા છે અને ફાર્મા ક્ષેત્રમાં તેમનું પ્રતિનિધિત્વ અપેક્ષા કૃત વધુ છે.