બિલની સમીક્ષા કરતી સંસદીય સમિતિ સમક્ષ ખન્ના પોતાનો અભિપ્રાય આપે છે; તેમનું કહેવું છે કે ECI ને વિધાનસભા ચૂંટણી મુલતવી રાખવાની મંજૂરી આપતી કલમને કારણે કેન્દ્ર રાજ્ય સરકારની બાગડોર સંભાળી શકે છે; ચાર ભૂતપૂર્વ CJI એ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો; સમિતિ હવે અર્થશાસ્ત્રીઓને મળશે
‘વન નેશન-વન ઇલેક્શન’ને લઈને મંગળવારે (19 ઓગસ્ટ) ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જેપીસી સામે હાજર થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, આ બિલ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી કરતું. આ સાથે જ તેમણે ચૂંટણી પંચની ઑથોરિટીનો પણ સ્વીકાર કર્યો છે. પરંતુ, ચૂંટણી પંચને મળતી અનિયંત્રિત સત્તા પર પણ પ્રશ્નો કર્યા હતા. જોકે, આ મામલે હજુ કોઈ સત્તાવાર રીતે નિવેદન જાહેર નથી કરાયું.
- Advertisement -
ચૂંટણી પંચના અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન કર્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વી સીજેઆઈ ખન્નાએ મંગળવારે (19 ઓગસ્ટ) દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવવાળા બિલમાં ચૂંટણી પંચને આપવામાં આવેલા અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન ઊભો કર્યો હતો.
જસ્ટિસ ખન્નાની સલાહ
- Advertisement -
ભાજપ સાંસદ પી.વી ચૌધરીની અધ્યક્ષતાવાળી સંસદની સંયુક્ત સમિતિ સામે જસ્ટિસ ખન્નાએ સલાહ આપી કે, બિલમાં કલમ 82A(5) હેઠળ જોગવાઈના દુરૂપયોગ સામે પૂરતી સુરક્ષાનો ઉપાય થવો જોઈએ, જે ચૂંટણી પંચને કોઈ અણધાર્યા કારણથી રાજ્ય વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની ભલામણ કરવાની મંજૂરી આપે છે, જ્યારે તે ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે સંભવ ન થઈ શકે.
બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ નથી આ બિલ
બેઠક બાદ પી. વી ચૌધરીએ કહ્યું કે, ‘એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે, શું આ બિલ બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધમાં છે? તો તેનો જવાબ છે કે, એ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવ્યું છે કે, આ બિલ મૂળભૂત માળખાની વિરોધમાં છે.’
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસ્ટિસ ખન્નાએ આ બિલ વિશે પોતાનું સંતુલિત વલણ દાખવ્યું છે અને સભ્યોના પ્રશ્નોના જવાબમાં કાયદાકીય મુદ્દાઓ વિશે વાત કરી હતી. અગાઉ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના વિચાર અંગે સમિતિને આપેલી લેખિત નોંધમાં તેમણે કહ્યું હતું કે, દરખાસ્તની બંધારણીય માન્યતા કોઈપણ રીતે તેની જોગવાઈઓની ઇચ્છનિયતા અથવા આવશ્યકતા અંગેની ઘોષણા નથી.
ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો હેતુ
જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, બંધારણ સંશોધન બિલ વિશે દેશના સંઘીય માળખાને નબળું પાડતું હોવા અંગે દલીલો ઉઠાવી શકાય છે, કારણ કે તેમણે આ ખ્યાલને સમર્થન અને ટીકા કરતા વિવિધ દાવાઓની યાદી આપી હતી. આ બિલનો હેતુ ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો છે, પરંતુ જ્યારે વિધાનસભાઓ તેમના પૂર્ણ કાર્યકાળ પહેલાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ હંમેશા સાકાર નહીં થઈ શકે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલના અમલીકરણ માટે એક નિશ્ચિત તારીખ હોવી જોઈએ, વર્તમાન પ્રસ્તાવને મુજબ, જે તેને સંસદમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસ્તાવિત કાયદાને મંજૂરી આપ્યા બાદ નવી લોકસભાની પહેલી બેઠક સાથે જોડે છે.
બેઠકમાં ભાજપના રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, સંજય જાયસ્વાલ અને સંબિત પાત્રા, કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી અને મુકુલ વાસનિક, તેદેપાના જીએમ હરીશ બાલયોગી, ડીએમકેના પી વિલ્સન અને વાઇએસઆર કોંગ્રેસના વાઈ.વી. સુબ્બા રેડ્ડી સામેલ હતા.