પ્રથમ વખત બીલખા પોલીસ સ્ટેશને વાહનની હરાજી કરી
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ ડિવિઝનના બીલખા પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરાજીમા રસ ધરાવતા 35 જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.આર.વાજા, આરટીઓ એ.જે. પરમાર, મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ડી. એલ.મકવાણા, એકાઉન્ટ રાઇટર હેડ જયાબેન, સહિતની કમિટી દ્વારા બીલખા પોલીસ સ્ટેશન ખાતે જુનાગઢ પોલીસ દ્વારા પ્રથમ વાર કુલ આશરે 96 વાહનોની જાહેર હરાજી યોજી હતી.જેમા કુલ 3,07,980 જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારમા જમા કરાવવા તજવીજ કરવામાં આવી છે. વાહનોની હરાજીમાં હે.કો. ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ, બહાદુરસિંહ, ઇલાબેન, રાજુભાઈ, લાખાભાઇ, સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વાહનોની હરાજી થતા પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થયો છે. આ ઉપરાંત જૂનાગઢ ડિવીઝનમાં આજ સુધીમાં કુલ કુલ 783 વાહનોની હરાજી કરી કુલ રૂ. 48,89,260 આશરે 49 લાખ જીએસટી સહિત સરકારમાં જમાં કરાવવામાં આવ્યાં છે.