બનાવ અંગે અકસ્માત સર્જનાર કારચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ
અકસ્માતમાં યુવકને ઇજા, પત્નીને ચાર માસનો ગર્ભ હોય મિસ કેરેજ થઈ ગયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં બેડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવેલ ફોચ્ર્યુનર કારના ચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇકમાં સવાર દંપતી ફંગોળાઇ જતાં ગર્ભવતી મહિલાનું બાળક મીસ કેરેજ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવ અંગે બી. ડિવિઝન પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં મહાદેવભાઈ મનજીભાઈ ગોરૈયા ઉ.29એ કાળા કલરની ફોચ્ર્યુનર કાર નં. જીજે-18-ઈબી-7879ના ચાલક સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઇમિટેશનનુ કામ કરે છે અને તેના લગ્ન છ વર્ષ પહેલાં કિંજલબેન સાથે થયેલ છે અને સંતાનમાં ચાર વર્ષની દિકરી છે તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હતો ગઇ તા.08ના રોજ પત્ની સાથે રાત્રીના અગિયારના વાગ્યાના આસપાસ ઘરેથી નીકળી નકળંગ પાર્કમાં રહેતાં માસીના દિકરા ઘનશ્યામભાઈના ઘરે બેસવા ગયા હતા અને તા.09 ના ઘરે જવા માટે નીકળેલ અને દોઢક વાગ્યાની આસપાસ બેડી ચોકડી પાસે પહોચતા પાછળથી ધડાકા સાથે એક ગાડીએ ટક્કર મારેલ જે અકસ્માતને કારણે બંને રોડ ઉપર પછડાઈ ગયા હતાં ગાડીની ટક્કર એટલી જોરથી લાગેલ કે પત્ની હવામા ફંગોળાઇ ગઈ હતી યુવાનને માથામાં અને હાથ-પગમાં ઇજા થયેલ જ્યારે પત્ની કિંજલબેનને માથામાં તેમજ કમરના ભાગે ઇજા થયેલ હતી. બંને ઉભા થવાની સ્થિતીમા પણ ન હતા તે સમયે જોયેલ તો એક કાળા કલરની ફોરર્યુનર કાર ઉભી હતી. જેમાં સામાન્ય નુકસાન થયેલ હતુ. ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયેલ હતો. તેમની પત્નીને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાંથી તેમની પત્નીને ચાર માસનો ગર્ભ હોય જેથી જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ તો ત્યાં તબીબે મિસ ડિલિવરી થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફોચ્ર્યુનર કારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.