6 સપ્તાહના ટ્વિસ્ટ, ઓવરલેપિંગ ગઠબંધનો અને ડબલ એવિક્શન બાદ કરણ જોહર દ્વારા હોસ્ટ કરાઈ રહેલા Bigg Boss OTT શનિવારે રાત્રે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ પૂરો થશે.
છેલ્લે લાઈવ ઓડિયન્સ પાંચ સ્પર્ધકોમાંથી એકને પસંદ કરશે અને તે આ લોકપ્રિય રિયાલિટી શોના પ્રથમ ડિજિટલ સીઝનના વિજેતા બનશે. ફિનાલેનાં 3 દિવસ પહેલાં નેહા ભસીન થઇ બહાર, રડી પડ્યો પ્રતિક સહજપાલ
જાણો, કોણ છે ફાઈનલિસ્ટ? છેલ્લા 5 હાઉસમેટ્સ દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, પ્રતિક સહજપાલ, રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી છે. જેમાંથી એક વ્યક્તિ ટ્રોફી સાથે બિગ બોસ ઓટીટીના ઘરથી બહાર આવશે અને તેને બિગ બોસ 15ના ઘરમાં જવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 15ને સલમાન ખાન કલર્સ ટીવી પર હોસ્ટ કરશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, તમામ પાંચ સ્પર્ધકોએ જુદી-જુદી રીતે ગેમ રમી હતી. નિશાંતે ઘણા ગઠબંધન કરીને અને ટાસ્ક જીત્યા અને સીઝનમાં પોતાનું પ્રભુત્વ વધાર્યું હતું. જ્યારે દિવ્યા કોઈપણ ગઠબંધન વિના ઘરમાં મોટા લક્ષ્ય સાથે સફળતાપૂર્વક એકલી રમવામાં સફળ રહી. તો બીજી તરફ પ્રતીકે પહેલા દિવસથી તેના મિત્રો નિશાંત અને હાલ શોમાંથી બહાર થઈ ગયેલા મૂસ જટાના અને નેહા ભસીન સાથે વફાદાર સારી ગેમ રમી હતી. જોકે, રાકેશે આ ગેમમાં ઘણી બધી ભૂલો કરી હતી, છતાં તે જીતી ગયો અને ફિનાલે માટે ક્વોલિફાય થયો છે. શમિતા સાથેનું તેનું પ્રદર્શન તેની BB OTT જર્નીનું સૌથી મોટું આકર્ષણ હતું. બીજી તરફ શમિતાએ તેનું કમજોર પાસું બતાવીને ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ, હવે જોવું એ રહ્યું કે, દર્શકો કોને વોટ આપવાનું નક્કી કરશે અને કોણ આ શોનો વિજેતા હશે. કહેવાય રહ્યું છે કે, શોના અંતમાં બિગ બોસ ઓટીટીના વિજેતાને ટ્રોફી સાથે 55 લાખ રૂપિયા પ્રાઈઝ મની મળશે. આ જોવા માટે તમારે ટ્યુન ઇન કરવું રહ્યું.
તમને જણાવી દઈએ કે, બિગ બોસ ઓટીટીનો ગ્રાન્ડ ફિનાલે 18 સપ્ટેમ્બરે એટલે કે શનિવારે રાત્રે 8 કલાકે સ્ટ્રીમ થશે. એટલું જ નહીં બિગ બોસ ઓટીટી ગ્રાન્ડ ફિનાલે 4 કલાક જેટલો લાંબો હશે, જેને લઈને દર્શકોમાં રોમાન્સનો માહોલ રહેશે. ઉલ્લેખનોય છે કે, દર્શકો Bigg Boss OTT grand finaleને Voot એપ પર લાઈવ જોઈ શકશે. ઉપરાંત, આ શોના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન દર્શકો લાઈવ વોટિંગ કરી શકશે તેવી સંભાવનાઓ પણ છે.



