કાલે GST કૌભાંડમાં મોટો ધડાકો કરશે ‘ખાસ-ખબર’ વાંચતા રહો…
ખાસ-ખબર સંવાદદાતા
GST વિભાગનાં અધિકારીઓનાં મોરબીનાં વેપારીઓ- સિરામિક ઉદ્યોગકારો સાથેનાં સૂંવાળા સંબંધો જગજાહેર છે. સરકારનાં ત્રણ સૌથી ભ્રષ્ટ વિભાગની યાદી બનાવવામાં આવે તો તેમાં પણ GST વિભાગ અવશ્ય સ્થાન પામે. ખાસ કરીને આ વિભાગમાં અપીલનાં નામે મોટું સ્કેન્ડલ ચાલે છે. વેપારી-ઉદ્યોગકારને જો GSTની નોટિસની રકમ અન્યાયભરી લાગે તો એ વિભાગમાં 20% રકમ ભરીને અપીલ કરી શકે છે. પરંતુ આ અપીલનાં નામે મસમોટાં કૌભાંડો ચાલે છે.
1 મોટાભાગની અપીલો ધારાકીય ફોર્મસના મુદ્દા નીચે દાખલ થાય છે. ખરીદનાર પાર્ટી બોગસ હોય તો તેને ધારાકીય ફોર્મસ ઈસ્યુ થવાના જ નથી અને તે ઓનલાઈન સીસ્ટમમાં વેરિફીકેશન કરી શકાય છે. તો કારણ વગર અપીલમાં બિનજરૂરી સમય વેડફી સમાધાન યોજના સુધી ખેંચી રાખવાનો મતલબ શું છે? અને તેનાથી અધિકારી શું સાબિત કરવા માગે છે?
- Advertisement -
2 જે વેપારી સિરામિકના ઉત્પાદકો છે તેમાંના મોટાભાગના પોતાનું ઉત્પાદન અન્યના નામે એક્ષપોર્ટ કરે છે અને સરકારી કચેરીમાંથી રીફંડ મેળવી લે છે. બીજીબાજુ પોતાનો ઉત્પાદન કરેલો માલ સામે ભરવાપાત્ર વેરો ભરતા નથી. આવું કેમ?
3 પોતાના જ નામે અથવા પોતાને જ ત્યાં નોકરી કરતાં કર્મચારીઓના નામે અલગ-અલગ બેંકોમાં અલગ-અલગ જગ્યાએથી એકાઉન્ટ ખોલાવી બોગસ (બેનંબરના) વ્યવહારોના નાણાં આ લોકોના ખાતામાં હવાલાથી ટ્રાન્સફર કરાવી લે છે. જો આની તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
4 મોટાભાગની કંપનીઓ સ્થાનિક ટ્રાન્સપોર્ટરો સાથે મળી બોગસ બીલીંગનો અંજામ આપે છે. જે જગજાહેર છે અને તેની મોટાભાગની ગાડીઓ રાજ્ય બહારની ચેકપોસ્ટ ઉપરથી પસાર થાય છે. આ તમામ કાળો કારોબાર છેલ્લા એક દાયકાથી ચાલે છે જેથી સરકારની આવકને 50થી 70%ની ચોરી થાય છે.
- Advertisement -
5 મોટાભાગની આંતરરાજ્ય વેચાણ બોગસ બીલીંગ દ્વારા જ થાય છે.
6 બીજીબાજુ સિરામિક ઉદ્યોગ સમાધાન યોજનાનો લાભ અપીલ વિભાગના આશીર્વાદથી જ લે છે. જેથી ટેક્ષ સિવાય પાંચ વર્ષ સુધી કંઈ ભરવાનું હોતું નથી અને સરકારના પૈસે તાગડધિન્ના કરવાના હોય છે જ્યારે નાના વેપારીને નિયત સમયમાં રકમ ભરાવવા અધિકારીઓ હેરાન કરી નાખે છે. આવું કેમ?
7 અપીલમાં 20% રકમ ભરાયા સિવાયના વેપારીઓ પૈકી કેટલાક વેપારીઓ પોતાની મિલ્કતો વેંચી પલાયન થઈ ગયા છે અને સ્થાનિક કક્ષાએથી પાંચ વર્ષ પછી તપાસ કરતા માલિક મિલ્કત વેચીને ચાલ્યા ગયા છે તેવું જાણવા મળે છે. આના માટે જવાબદાર કોણ?