ચીનના જાસુસી બલુનને લઇને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. અમેરિકાના અધિકારીઓનો દાવો છે કે, ચીનને કેવળ અમેરિકા અને ભારત જ નહીં પરંતુ કેટલાય બીજા દેશોમાં પણ પોતાના જાસુસી બલુન છોડ્યા હતા. અમેરિકાના ઉપ સચિવ વેંડી શર્મનએ ભારત સહિત દુનિયાના 40 સહયોગી દેશોના દૂતાવાસને આ કેસ સાથે જોડાયેલી જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે શનિવાર 4 ફેબ્રુઆરીના એક સંદિગ્ધ જાસુસી બલુનને અમેરિકાએ તોડી પાડયું હતું. અમેરિકાએ આ માટે ફાઇટર જેટ F-22ની મદદ લીધી હતી.
ચીન છેલ્લા કેટલાય વર્ષોથી બલુન દ્વારા જાસુસી કરે છે
એક અમેરિકાન ન્યુઝએ આપેલા રિપોર્ટમાં જણાવ્યું કે, ચીન બલુનના માધ્યમથી જાપાન, ભારત, વિયતનામ, તાઇવાન, ફિલીપીન્સ સહિત એ તમામ દેશોની જાસુસી કરી રહ્યું છે કે, જે ઝડપથી આગળ વધી રહ્યા છે, અને જેનો ચીન સાથે વિવાદ છે. તેના માધ્યમથી ચીન આ દેશોની સેનાની સંપત્તિની જાણકારી એકઠી કરી રહ્યો હતો. રક્ષા અને જાસુસી અધિકારીઓને આનો રિપોર્ટ આપ્યો હતો.
- Advertisement -
ભારતમાં પણ જાસુસી બલુનને લઇને દાવો થઇ રહ્યો છે
ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022ની વચ્ચે ચીનના જાસુસી બલુનને ભારતના સૈન્ય બેસની જાસુસી કરી હતી. આ દરમ્યાન ચીનના જાસુસી બલુનને અંદમાન નિકોબર દ્વિપ સમુહની રાજધાની પોર્ટ બ્લેયરથી ઉપર ઉડાન ભરી રહ્યો હતો. આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર તેમની ફોટો વાઇરલ થઇ હતી. ચિંતાની વાત તો એ છે કે, ડિસેમ્બર 2021ના છેલ્લા અઠવાડિયામાં ભારતીય સેનાની ત્રણેય વિંગોના સૈનિકો અંદમાન નિકોબરમાં એક સાથે ડ્રિલ કરવાના કારણે સાથે જોડાયેલા હતા. જો કે, તે વખતે ભારતીય સરકારની તરફથી તેના પર કોઇ અધિકૃત નિવેદન આપ્યું નથી. આ દરમ્યાન કેટલીક સ્થાનિક વેબસાઇટમાં તેને લઇને સમાચાર પણ વહેતા થયા હતા. જે ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ હતી, જે ઘણી હદ સુધી અમેરિકામાં મળેલા ચીનના જાસુસી બલુનની જેમ હતું.