ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચૂંટણી 2027ને બદલે 2026માં યોજાવાની શક્યતા જણાઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2027ને બદલે 2026માં યોજાવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે લોકસભામાં નવાજૂનીના એંધાણ થઇ શકે તેમ પણ જાણવા મળ્યું છે. ત્યારે આ દરમિયાન ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ પોતાના સાંસદોને ફરજિયાત હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું હતું.
- Advertisement -
સંસદમાં હાજર રહેવા વ્હિપ
ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીઓ દ્વારા 13-14 ડિસેમ્બરે તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હિપ જાહેર કરાયું હતું. ત્યારે આવતીકાલે સંસદમાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થઇ તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે વન નેશન વન ઇલેક્શન બિલ પસાર થાય તો ગુજરાતની ચૂંટણી 1 વર્ષ પહેલાં યોજાશે.
ત્યારે 2027ને બદલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2026માં જ યોજવી પડે તેવા એંધાણ હાલ લાગી રહ્યા છે. જોકે આખરી નિયમો સત્તાવાર કેન્દ્ર સરકાર જાહેર કરશે. પરંતુ લોકસભા પ્રમાણે વન નેશન વન ઈલેક્શન ૨૦૨૯ માં આવે છે. ત્યારે ગુજરાત ની ચૂંટણી ડિસેમ્બર 2027 માં થાય તો લોકસભા મે 2029 માં થાય એટલે ૧ વર્ષ લંબાય તેવી શક્યતા છે.
- Advertisement -