1.5 TBનું મેમરી કાર્ડ
ખાસ-ખબર સંવાદદાતા
આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી દિવસેને દિવસે વિકસિત થઈ રહી છે. ભલે પછી તે મોબાઈલમાં હોય કે પછી અન્ય કોઈ ગેજેટ. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે મોબાઈલ ફોન 1 ઝઇ સુધીના મેમરી કાર્ડને સપોર્ટ કરશે. પણ હદ ત્યારે થઈ જ્યારે એક ચિપ મેકર કંપનીએ 1.5 ઝઇનું મેમરી કાર્ડ લોન્ચ કર્યું. એક અંગુઠાના નખ સમાન મેમરી કાર્ડમાં 1500 ૠઇની સ્ટોરેજ મળવી તે લોકો માટે આશ્ચર્યનો વિષય છે. પરંતુ આ હકિકત છે. હવે સવાલ એ છે કે આટલી મોટી સ્ટોરેજવાળું મેમરી કાર્ડ શું કોઈ ફોનમાં ચાલશે. જવાબ છે ના. કારણ કે હજુ સુધી 1.5 ઝઇ સપોર્ટ કરનારા ફોન બન્યા જ નથી. આ ચિપ મેકર કંપની અને તેના મેમરી કાર્ડ વિષે આવો જાણીએ સંપૂર્ણ વિગત.
- Advertisement -
ચિપમેકર કંપની માઈક્રોને વિશ્વની સૌથી મોટી કેપેસિટીવાળું માઈક્રો જઉ કાર્ડ લોન્ચ કર્યું છે. આ મેમરી કાર્ડમાં યુઝરને 1.5 ઝઇ સ્ટોરેજ એટલે કે 1500 ૠઇની સ્ટોરેજ આપવામાં આવી છે. શ400 નામના માઇક્રોનના આ કાર્ડમાં જૂના સૌથી શક્તિશાળી માઈક્રો જઉ કાર્ડ કરતાં 50 ટકા વધુ સ્ટોરેજ છે.
આટલું સ્ટોરેજ આપવા માટે કંપનીએ આ કાર્ડમાં 176 લેયર 3ઉ ગઅગઉ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આ મેમરી કાર્ડ 5 વર્ષ સુધી સતત હાઈ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ કરી શકે. એટલે કે, તે ખાસ કરીને ડેશ કેમ્સ, હોમ સિક્યુરિટી સોલ્યુશન્સ, પોલીસ માટે બોડી કેમેરા અને સમાન સ્ટોરેજ ઉપકરણો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
અગાઉ, મહત્તમ સ્ટોરેજ સાથેનું માઇક્રોએસડી કાર્ડ 1ઝઇ હતું. જોકે હાલ જાણી શકાયું નથી કે માઇક્રોન શ400 માઇક્રોએસડી કાર્ડ ક્યારે વેચાણ માટે આવશે, અને ના તો કંપની તરફથી અત્યાર સુધી તેની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી છે.