ઇન્કમ ટેક્સ વિભાગને 1,400 કરોડનો ટાર્ગેટ
રાજયભરના સોનીઓને નોટિસ પાઠવી ગ્રાહકોના નામ-સરનામાની યાદી મંગાવાઈ; 18 ડિસેમ્બર સુધીનો અપાયો સમય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સીબીડીટીએ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રાજયના આવકવેરા વિભાગને કુલ પિયા 1400 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ વિભાગને પણ 4,866 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. નિર્ધારિત લક્ષ્યાંકને સર કરવા માટે ડિસેમ્બર મહિનો આવતાં જ આવકવેરા વિભાગ સતર્ક થઈ ગયો છે. જેથી ડિસેમ્બરના મધ્યમાં લગ્નગાળો પૂર્ણ થતાની સાથે જ રાજ્યભરમાં સોનાની બહોળા પ્રમાણમાં ખરીદી કરનાર પર આવકવેરા વિભાગ કાર્યવાહી કરવા માટે તૈયાર થઈને બેઠો છે. હાલમાં રાયપરમાં વિવિધ ક્ષેત્રમાં મોટા માથાઓની યાદી બનાવીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજયભરમાં છેલ્લા બે વર્ષમાં મોટા પ્રમાણમાં ખરીદી કરનાર પર નજર રાખવા માટે સોનીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજકોટ, અમદાવાદ સુરત, વડોદરા સહિતના શહેરોના સોનીઓના ગ્રાહકોના નામ-સરનામા સાથેની યાદી મંગાવવામાં આવી છે.
આ અંગે સોની બજારના સૂત્રો પાસેથી પ્રા માહિતી પ્રમાણે રાજકોટ સહિતના શહેરોના સોનીઓને આવકવેરા કાયદાની કલમ 133 (5 )હેઠળ નોટિસ પાઠવી વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 દરમિયાન થયેલા વેપારની સંપૂર્ણ વિગત 18 ડિસેમ્બર સુધીની સમય મર્યાદામાં જણાવવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત સોનાના મોટા વેચાણ કરેલા ગ્રાહકો વિશે તથા કયા પ્રકારની ખરીદી કરવામાં આવી છે, અને સોની દ્રારા તેમને આપવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓ અને વેચાણ બિલ સહિતની માહિતી મંગાવવામાં આવી છે.
આવકવેરા વિભાગની ઇન્કવાયરી નોટિસના કારણે સોની બજારના ઝવેરીઓમાં તથા ગ્રાહકોમાં ફફરાટનો માહોલ સર્જાયો છે. કારણ કે મોટી સંખ્યામાં સોનાની ખરીદી કરનાર ગ્રાહકોની આવક અને હિસાબી વ્યવહારોની પણ આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
આ ગ્રાહકોના બેંક ખાતાની તથા આવકની ચકાસણી ના આધારે બિન હિસાબી અથવા બેનામી વ્યવહાર, કરચોરી, કેશ ટ્રાન્સેકશન સહિત પર નજર રાખવામાં આવશે. આગામી દિવસોમાં સોનાની મોટી ખરીદી કરનાર ગ્રાહકો સામે આવકવેરા વિભાગ ત્રાટકીને નોટિસ તથા પૂજ પરત સહિતની કાર્યવાહી હાથ ધરીને ટાર્ગેટ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.



