ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.22
બાઈડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે તેમની ઉમેદવારીને પણ સમર્થન આપ્યું છે. જો બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે દેશના હિત માટે હું ચૂંટણી રેસમાંથી બહાર થઈ રહ્યો છું. તેમણે એક પત્રમાં આ વાત કહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના કિંગમેકર બન્યા છે.
ઓબામાએ 19 જુલાઈએ બાઇડનને રેસમાંથી ખસી જવા સલાહ આપી હતી. ત્યાર પછીથી જ બાઇડનનું ખસી જવાનું લગભગ નિશ્ર્ચિત મનાતું હતું. પાર્ટીમાં ઓબામાની પકડ મજબૂત સાબિત થઈ છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને 20 જુલાઈએ બાઇડનને સમર્થન આપ્યું હતું પરંતુ રવિવારે રાતે બાઇડનના ખસી ગયા પછી હવે બિલ-હિલેરીએ કમલાને સમર્થન આપ્યું છે. અમેરિકાના ઈતિહાસમાં એવું પહેલીવાર હશે કે પ્રાઈમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારે પીછેહટ કરી હોય.
- Advertisement -
24 દિવસમાં અમેરિકાના રાજકારણમાં પલટો
27 જૂને ડિબેટમાં બાડેનની હાર પછી અમેરિકાના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટિક કેમ્પમાં બાઇડનની ઉમેદવારી સામે લામબંદી શરૂ થઈ છે. તેના પરિણામે રવિવારે રાતે બાઇડેને રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન માત્ર 6 કલાક કામ કરી શકે છે’
બે અઠવાડિયા પહેલા એક્સિઓસના અહેવાલે બાઈડનની ખરાબ તબિયત પર ઘણા પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. રિપોર્ટ અનુસાર, બાઈડન સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી જ કામ કરી શકે છે. વ્હાઇટ હાઉસના કર્મચારીઓને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બાઈડન દિવસમાં માત્ર 6 કલાક શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે.
આ પહેલા, 28 જૂને, તેમના પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધનમાં બાઈડન ઘણા પ્રસંગો પર વિચાર્યા વિના બોલી રહ્યા હતા. તેઓ ઘણી વખત ઠોકર ખાતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે તેઓ ડિબેટમાં હારી ગયા હતા. આ પછી નાટો સમિટ દરમિયાન બાઈડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન કહી દીધા હતા. આના થોડા સમય પછી, તેમણે પોતાની ભૂલનું પુનરાવર્તન કર્યું અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ ભૂલી ગયા અને તેમને ડોનાલ્ડ ટ્રમ્પ કહીને બોલાવ્યા હતા.
પોલમાં દાવો- ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે (14 જુલાઈ) ગોળીબાર થયા બાદ અમેરિકન મીડિયા ઈગગ દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઈડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે. બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીએ 208 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂૂરી છે. અગાઉ 2020માં બાઈડને 306 અને ટ્રમ્પને 232 બેઠકો મળી હતી.
- Advertisement -
જો બાઈડને પત્રમાં શું લખ્યું…
બાઈડને પત્રમાં તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં થયેલા વિકાસ વિશે લખ્યું છે. તેમણે કહ્યું કે સાડા ત્રણ વર્ષમાં આપણે દેશ તરીકે ઘણી પ્રગતિ કરી છે. આજે અમેરિકા વિશ્ર્વનું સૌથી મજબૂત અર્થતંત્ર છે. અમે દેશના નિર્માણ માટે ઐતિહાસિક રોકાણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે મોટી સંખ્યામાં અમેરિકનોના સારા સ્વાસ્થ્ય માટે અમે સસ્તી હેલ્થ કેર લાવ્યા છીએ. અમે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત ગન સેફ્ટીનો કાયદો પસાર કર્યો છે.
વિશ્ર્વના ઈતિહાસમાં પ્રથમ વખત અમે પર્યાવરણ બચાવવા માટે કાયદો લાવ્યા છીએ. અમેરિકા આજે છે તેટલી સારી સ્થિતિમાં ક્યારેય નહોતું.