ભૂપેન્દ્ર પટેલ કે જેમને વડાપ્રધાન મોદી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ઓળખે છે. તેઓએ આજે ફરી ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ 156 બેઠક સુધી પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કે જેઓ સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે. એન્જિનિયર-બિલ્ડરથી લઈને છેક મુખ્યમંત્રી સુધીની તેમની સફર ખૂબ જ દમદાર રહી છે. તેઓ ભણીને એન્જિનિયર બન્યા અને પછી બિલ્ડર અને પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
- Advertisement -
તમને જણાવી દઇએ કે, ગાંધીનગર ખાતે આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં CM તરીકે ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. શપથ ગ્રહણ માટે 3 ડોમ બનાવવામાં આવ્યા હતા જેમાં એક ડોમમાં સાધુ સંતો તો એક ડોમમાં મંત્રીઓ અને એક ડોમમાં શપથગ્રહણ કરનાર મંત્રીઓ માટેની વ્યવસ્થા કરાઇ છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા ગાંધીનગરના રાજભવનમાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલા ધારાસભ્યોની બેઠક પૂર્ણ કર્યા બાદ CM અને મંત્રીઓએ લીલા હોટલમાં ભોજન લીધું હતું.
Live: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ https://t.co/wRNXsp8F5H
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2022
- Advertisement -
ભૂપેન્દ્ર પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા
62 વર્ષીય ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના સીએમ બનેલા ભૂપેન્દ્ર પટેલને ‘દાદા’ કહેવામાં આવે છે. અગાઉ તેઓ ઘાટલોડિયાથી ધારાસભ્ય હતા અને 2017માં પહેલીવાર ચૂંટણી જીત્યા હતા, પરંતુ છેલ્લા 15 મહિનામાં ભૂપેન્દ્ર પટેલે તેમના કામથી પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. આ જ કારણ છે કે. વડાપ્રધાન મોદી તેમને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહે છે. ભૂપેન્દ્ર પટેલની સફર ઘણી રસપ્રદ છે. ભણીને એન્જિનિયર, પછી બિલ્ડર અને પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
જુઓ કોણ છે ભૂપેન્દ્ર પટેલ?
15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલના પિતાનું નામ રજનીકાંત અને પત્નીનું નામ હેતલ પટેલ છે. તેમના ભાઈનું નામ કેતન પટેલ છે. ભૂપેન્દ્ર પટેલના પુત્રનું નામ અનુજ પટેલ અને પુત્રવધૂનું નામ દેવાંશી છે. પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગ અભ્યાસમાં ડિપ્લોમા મેળવ્યો છે. તેઓ કડવા પાટીદાર આવે છે.
કેવો રહ્યો છે ભૂપેન્દ્ર પટેલનો રાજકીય ઇતિહાસ?
ભૂપેન્દ્ર પટેલ પહેલા આરએસએસમાં જોડાયા હતા. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી, તેણે બિલ્ડર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 1995માં મેમનગર પાલિકાના સભ્યની ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી 1999માં અને ફરી 2004માં ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાના સભ્ય બન્યા. આ દરમિયાન તેમને 1999 થી 2004 સુધી નગરપાલિકાના પ્રમુખ બનવાની તક પણ મળી. આ પછી ભૂપેન્દ્ર પટેલ 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપપ્રમુખ બન્યા. 2015 થી 2017 સુધી તેઓ અમદાવાદ શહેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ હતા. 2017ની ચૂંટણીમાં તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને 1.17 લાખ મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમણે વધુ એક મોટી જીત નોંધાવી છે. તેમણે 83 ટકા મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકને 1.92 લાખ મતોથી હરાવ્યા હતા.