રવિ પાક માટે સૌની યોજનામાંથી પાણી છોડાતા ખેડૂતોમાં હરખ
રાજ્યની ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની સાથે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર રાજ્યની ભાજપ સરકાર દ્વારા રવિ પાક માટે સૌની યોજના માં થી 15,240 એમ.સી.એફ.ટી. નર્મદાના નીર છોડવાના નિર્ણયને આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય, તે માટે વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના થકી મક્કમતાથી આગળ વધી રહી છે.
ત્યારે ગુજરાતમાં રવિ પાક નું કુલ 41.29 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં આશરે 40 ટકા વાવેતર માત્ર સૌરાષ્ટ્ર માં 11 જિલ્લાઓમાં થયું છે. જેને હવે પિયતની જરૂરિયાત હોય ભાજપ સરકારે સૌરાષ્ટ્ર નર્મદા ઈરીગેશન અર્થાત સૌની યોજના હેઠળ લીંક 1,2,3,4 ની પથરેખામાં આવતા તળાવ, ચેકડેમ , ડેમો, વગેરે માં 15.240 એમ.સી.એફ.ટી . નર્મદાના નીર છોડવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
ત્યારે જરૂરિયાત વાળા સૌરાષ્ટ્રના 97 થી વધુ ગામોના વિસ્તારમાં સિચાઈની સુવિધા માટે કારાયેલા આયોજન અન્વયે 1.52 લાખ ઘનફૂટ પાણીથી આશરે અઢી લાખ એકર વિસ્તારને સિચાઈ નું પાણી મળશે. જેનાથી ખેડૂતોને રાહત થશે. તેમ અંત માં આ નિર્ણયને આવકારી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને અભિનંદન પાઠવતા રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ જણાવેલ હતું.