ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમા ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના સહયોગથી સીએસપીસી સંસ્થા દ્વારા ગ્રામ વિકાસની પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં ખેતી વિકાસ અને પાણી સંગ્રહની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. રાજુલાના ભેરાઈ ગામે વરસાદી પાણીના સંગ્રહ માટે ચેક ડેમનું ભૂમિપૂજન કરવામા આવ્યું હતું. આ ચેકડેમ બનવાથી અંદાજે 90 મિલિયન કયુબીક ફીટ પાણીનો સંગ્રહ થશે. અને ચેકડેમ બનાવાથી ગામની 100 એકર જમીનના પાણીના તળ ઉંચા આવશે જેને લઇ ભેરાઇ ગામે લોકોની સુખાકારી માટે સીએસપીસી સંસ્થા દ્વારા ચેકડેમનું ભૂમિપૂજન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાત પીપાવાવ પોર્ટ લીમીટેડના ઈજછ હેડ ડો.સૈલેન્દ્ર ગુપ્તા,પરેશભાઈ જોશી,ભેરાઈ ગામ સરપંચ વાલભાઈ રામ,ઉપસરપંચ રશીકભાઈ બાંભણિયા તથા પંચાયતના સભ્યો, સહીત ગ્રામજનોએ હાજર રહ્યાં હતાં.
રાજુલાના ભેરાઇ ગામે સીએસપીસી સંસ્થા દ્વારા ચેકડેમનું ભૂમિપૂજન કરાયું
