ભગવાન શિવ તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે, તેથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. શિવજીની કૃપા હોય તો જીવનમાં દરેક પ્રકારના સુખ મળે છે. બીજી તરફ શિવની નારાજગી જીવનને બરબાદ કરી નાખે છે. તેથી શિવજીની પૂજામાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરો, જેથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે અને ભોલેનાથ તમારા પર પ્રસન્ન થઈ જાય.
ભોળાનાથની પૂજામાં ન કરતા આ ભૂલો: શિવજીની પૂજામાં ભૂલ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, જેના કારણે વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થતી નથી. ભગવાન ભોળાનાથ તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરે તેના માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો.
- Advertisement -
- મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરૂ મહત્વ છે. આ દિવસે ભગવાનને જળ, દૂધ અથવા શક્ય હોય તો પંચામૃતથી અભિષેક કરો. પરંતુ યાદ રાખો કે અભિષેક માત્ર તાંબા, પિત્તળ, કાંસ્ય, ચાંદી અથવા અષ્ટધાતુમાંથી બનેલા લોટાથી જ કરવો જોઈએ. અભિષેક માટે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના બનેલા પાત્રનો ઉપયોગ કરશો નહીં.
- મહાશિવરાત્રીના દિવસે ભગવાનને ગાયના દૂધથી જ અભિષેક કરવાનો પ્રયાસ કરો. અભિષેકમાં ભેંસના દૂધનો ઉપયોગ કરવાથી તેનું ફળ મળતું નથી.
- ભગવાન શિવની પૂજામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત છે. આનું ધ્યાન રાખો. ભૂલથી પણ શિવલિંગ પર કુમકુમ કે સિંદૂર, હળદર ન લગાવો. શિવજીને ચંદન અર્પણ કરો. તમે તેમને ગુલાલ પણ અર્પિત કરી શકો છો.
- ભગવાન શિવની પૂજામાં અક્ષત (ચોખા) અર્પિત કરવવામાં આવે છે પણ ચોખા આખા હોવા જોઈએ. શિવજીને ગંદા, ધોયા વગરના, તૂટેલા અક્ષત અર્પણ કરવા અશુભ છે. તે જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવી શકે છે.
- શિવજીને બિલિપત્રના પાન, ધતુરો, શમીના પાન અર્પિત કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, પરંતુ શિવજીને તુલસી અર્પણ કરવાની ભૂલ ન કરતા. શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે.
- રુદ્રાભિષેક અથવા શિવ પૂજા દરમિયાન શંખ ફૂંકશો નહીં અથવા અન્ય કોઈપણ રીતે શંખનો ઉપયોગ કરશો નહીં. શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
મહા શિવરાત્રીના દિવસે આ મંત્રોનો જાપ કરો, જીવનના તમામ દુ:ખ દૂર થશે. મહાશિવરાત્રીના દિવસે, લોકો સકારાત્મકતા અને આંતરિક શક્તિ માટે શિવની પ્રાર્થના અને મંત્રોનો જાપ કરે છે. આ મહાશિવરાત્રી, તમે પણ આ શિવ મંત્રોના જાપ કરીને તમારું જીવન બદલી શકો છો.
આજે 01 માર્ચે, સમગ્ર દેશમાં મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભગવાન શિવની પૂજા કરવાનો શુભ દિવસ છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે અને શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રી પર વ્રત કથાનું પાઠ કરવામાં આવે છે. આ દિવસે શિવ મંદિરોમાં રુદ્ર અભિષેક કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે તમે કયા મંત્રોનો જાપ કરી શકો છો.
- Advertisement -
મહાશિવરાત્રી પર આ મંત્રોનો જાપ કરો
- ॐ નમઃ શિવાય
મનમાંથી ડર દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. આ પોતે એક શુદ્ધ સ્પંદન બનાવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે દિવસમાં 108 વાર આ મંત્રનો જાપ કરો છો તો તમે તમારી આત્માને તમામ પાપોમાંથી મુક્ત કરી શકો છો. આ મંત્ર તમને શાંત રહેવામાં પણ મદદ કરે છે.
- ॐ નમો ભગવતે રૂદ્રાય
આ મંત્રનો જાપ ભગવાન શિવ પાસેથી આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે તમારે તેનો પાઠ કરવો જોઈએ. આ મંત્ર તમારી દરેક મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.
- ॐ તત્પુરુષાય વિદ્મહે
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात।
જ્યારે કોઈને એકાગ્રતામાં મુશ્કેલી હોય, ત્યારે વ્યક્તિ એકાગ્રતા અને ધ્યાન વધારવા માટે આ મંત્રનો જાપ કરી શકે છે.
- ॐ ત્ર્યમ્બકમ યજામહે
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||
આયુષ્ય વધારવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. અકાળ મૃત્યુને રોકવા માટે પણ તેને એક ઉપાય માનવામાં આવે છે. આ મંત્ર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. તેનો અર્થ એ પણ છે કે તમે ભગવાન શિવને તમને આસક્તિ અને મૃત્યુથી મુક્ત કરવા માટે કહી રહ્યા છો.
- ॐ કપૂરગૌરમ કરુણાવત્રમ
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।
ભગવાન શિવના આ મંત્રનો જાપ સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.
મારી શુભકામના તમારી સાથે છે
- ॐ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते।।
આ મંત્ર આપણા જીવનમાંથી ગરીબી દૂર કરે છે.