ચૂંટણી ફરજ પર જતા બે મહિલા કર્મચારીનું માટીના ઢગલા સાથે ટકરાતા ઇજાઓ પહોંચી હતી
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.14
- Advertisement -
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેની ઘોર બેદરકારી સામે આવી છે. હાલમા રાજુલા-જાફરાબાદ પંથકમા નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે. જ્યારે નેશનલ ઓથોરીટી દ્વારા ડાયવર્ઝન, સાઇન બોર્ડ, સિગ્નલ, માટીના ઢગલાઓ અંગે કોઈ સાઇન બોર્ડ મારેલ ન હોવાથી અકસ્માતની બન્યો હતો. જેમા નેશનલ હાઇવે ઓથોરીટી, કોન્ટ્રાક્ટર અને મેનેજર એમ ત્રણ સામે નાગેશ્રી પોલીસે ગઇકાલે ગુન્હો નોધાયો હતો.
મળતી માહીતી મુજબ ગત તારીખ 7-05-2024 ના રોજ ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારી કલાવંતીબેન રામવિધી પ્રસાદે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નેશનલ હાઈવે ઓથોરીટી, કોન્ટ્રાક્ટર અને મેનેજર તથા તપાસમા ખુલે તે અન્ય સામે ફરીયાદ નોધાવી છે. અને તેઓ તથા કલ્પનાબેન ચૌધરી તે દિવસે લોકસભાની ચૂંટણીના ફરજ પર હતાં. અને બન્ને કર્મચારી પોતાનુ મોટર સાયકલ લઇ કાગવદર થી રાજુલા તરફ જઇ રહ્યા હતાં. અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કાગવદર નજીક હાઇ-વે બંધ કરવામા આવ્યો હતો. અને કોઈપણ જાતના સિગ્નલ તથા બોર્ડ માર્યા ન હતાં. અહીં રોડ પર જ માટીના ઢગલો પાળો કરી દેવાયેલ હતો. જેથી બાઇક પલ્ટી ખાઇ જતા બન્ને મહિલા કર્મચારીને ઇજાઓ પહોચી હતી. 108 મારફતે તેમને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતાં. અને ગંભીર ઇજાને કારણે ચૌધરી કલ્પનાબેનને કમરનું ઓપરેશન અમદાવાદની સ્ટ્રલીંગ હોસ્પિટલ ખાતે કરાવ્યુ હતું.
ત્યારે અકસ્માતની ધટનાને એક મહિના બાદ નાગેશ્રી પોલીસે ફરીયાદ લીધી હતી. મહત્વની વાત એ છેકે નેશનલ ઓથોરીટી રાજકીય વગ ધરાવતી હોવાને કારણે આટલા સમય સુધી ફરીયાદ લેવામા આવી ન હતી. ત્યારે આ બનાવનો એક મહિનો વિત્યા બાદ કલાવંતીબેન રામવિધી પ્રસાદની નાગેશ્રી પોલીસે ફરીયાદના આધારે ગઇકાલે નાગેશ્રી પોલીસે નેશનલ હાઈવે ઓથોરીટી, કોન્ટ્રાક્ટર અને મેનેજર તથા તપાસમા ખુલે તે અન્ય સામે ગુન્હો નોધાયો છે.