જૂનાગઢના ટીટીઆઇ તનવીરે રૂા.29.50 લાખની વસુલાત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
- Advertisement -
વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકીંગ ઝુંબેશમાં જબરદસ્ત સફળતા મળી છે. ભાવનગર ડિવિઝન સિનિયર ડીસીએમ માશુક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર ડિવિઝનમાં ટિકિટ ચેકીંગ સતત કરવામાં આવી રહ્યુ છે અને 2023-24ના નાણાંકીય વર્ષ દરમિયાન ટિકિટ ચેકિંગથી 5.30 કરોડ રૂપિયાની રેલ રાજસ્વ ટિકિટ વિના મુસાફરી કરનારા, અયોગ્ય ટિકિટોથી વસુલામાં આવી છે. જે છેલ્લા નાણાંકીય વર્ષ 2022-23ના લગભગ રૂા.5.58 કરોડની નજીક છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 79737 કેસ નોંધાયા છે.
આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. જૂનાગઢના ટીટીઆઇ એ.એસ. તનવીરે 3489 કેસમાં રૂા.29.50 લાખની વસુલાત કરી છે. આ માટે તેમને જનરલ મેનેજર દ્વારા એવોર્ડ પણ અપાયો છે. મહિલા ટિકિટ ચેકીંગ સ્ટાફમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન શ્રીમતી જેના એસ.દ્વારા કરવામાં આવ્યુ છે જે 2968 કેસમાં 22.93 લાખ રૂપિયા વસુલ કર્યા છે. ઇમરાન મુંશી, આર.એસ.-પોરબંદર દ્વારા 1765 કેસમાં રૂા.8.57 લાખની વસુલાત કરી છે. આમ છતાં બેદરકારી દાખવવા બદલ ટિકિટ ચેકીંગ સ્ટાફ દ્વારા નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહ્યુ છે.