ભાવનગર તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજાના ભાવનગર જિલ્લા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ભાવનગર પેપર તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર તોડકાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. આપને જણાવી દઈએ કે, રિમાન્ડ પૂર્ણ થયા બાદ 1 મે 2023ના રોજ યુવરાજસિંહ જેલભેગા કરવામાં આવ્યા હતા.
- Advertisement -
બિપિન ત્રિવેદીના આક્ષેપો
બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.’
પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, ‘યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો.
21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે.
- Advertisement -
21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.
1 મેના રોજ યુવરાજસિંહ જાડેજાને કરાયા હતા જેલ ભેગા
ભાવનગર ડમીકાંડ મામલે 1 મે 2023ના રોજ રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલા ભેગા કર્યા હતા.