નિ:સહાય સીનીયર સીટીઝન ને કાયમી ધોરણે ભોજન વ્યવસ્થા કરી આપતી વારસીયા “શી” ટીમ

- Advertisement -
વડોદરા શહેર પૉલીસ કમિશ્નરશ્રી ડો. સમશેરસિંઘ સાહેબ તથા J.C.P.શ્રી ચિરાગ કોરડીયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P. ZONE-04 શ્રી એલ.એ ઝાલા સાહેબ તથા A.C.P. “G” DIV. શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા અમો પોલીસ ઇન્સપેક્ટર કે.એન.લાઠીયા ના માર્ગદર્શક હેઠળ નવનિયુક્ત “શી” ટીમની રચના કરવામા આવેલ હોય જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટૅકાવવા તથા સીનીયર સીટીઝન નાઓની મદદ કરવાના હેતુ તથા સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત છે. આજરોજ અમો તથા WPC દિપિકાબેન મફતલાલ તથા WPC નિરાલીબેન પ્રભાતભાઇ નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ દરમિયાન વિજયનગર ખાતે સીનીયર સીટીઝનની મુલાકાત લેતા જાણવા મળેલ કે, સીનીયર સીટીઝન શ્રી ભીમજીભાઇ ભવાનભાઇ પરમાર ઉ.વ ૭૭ વર્ષ રહે મ.ન ઇ-૩ – ૩૮૪ વડોદરા શહેર નાઓનુ પરીવારમાં કોઇ વાલી વારસદાર હોય નહી અને તેઓને ભોજન માટે અવાર નવાર ધણી તકલીફ રહેતી હોય જેની અમોને જાણ થતા આ સીનીયર સીટીઝન નાઓને શ્રી પ્રેમ-પ્રકાશ આશ્રમ વારસીયા તરફથી નિ:શુલ્ક ભોજન સેવાની વ્યવસ્થા દરરોજ માટે કરી આપવામાં આવેલ છે ..કૌશિક વાજા


